________________
આબુ, રાણપુર વિગેરેમાં યાત્રા કરી વેલ્લાકે આચાર્યશ્રીને સુવર્ણ વિગેરે નાણાંથી વધાવ્યા હતા અને સાથેના ૩૦૦ સંયતેને વેષ-વસ્ત્રાદિ પહેરામણીથી સત્કૃત કર્યા હતા. અને
તે જ સંઘવીએ તે વખતે એ જ આચાર્ય દ્વારા સેમસાગરગણિને વિબુધ(પ.)પદ અપાવ્યું હતું. પાવકશેલ(પાવાગઢ) પર રહેલા શંભવનાથને પ્રણામ કર્યા પછી હૃદયમાં શાંતિ પામતા તે સંઘવીઓ માળવા દેશમાં પોતાના સ્થાને પહોંચ્યા હતા.”—એવો ઉલ્લેખ, વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્યમાં મળે છે.
વિ. સં. ૧૫૦૮ માં વૈ. વ. ૧૩ પ્રાગ્વાટ સાલે તપાગ૭ના રત્નશેખરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી ૨૪ પ્રતિમાઓમાંથી બબ્બે પ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થાપી હતી, તેમાંથી બે પ્રતિમા ચંપકમેરુ( ચાંપાનેર )માં પણ સ્થાપી હતી [ જુઓ જિન વિ. પ્રાચીન જેનલેખસંગ્રહ ભા. ૨, લે. ૩૭૨ ]
વિ. સં. ૧૫૧૭ માં ભેજ-પ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરગણિએ ઉપદેશતરંગિણી [ ય. વિ. ચં. પૃ. ૬ ] માં પુરુષપ્રવર્તિત તીર્થો જીરાપલ્લી, ફલવધિ, કલિકુંડ, કુર્કટેશ્વર, પાવક, આરાસણ, સંખેશ્વર, ચારૂપ વિગેરે સૂચવતાં પ્રસ્તુત પાવાગઢને પણ પાવક શબ્દ દ્વારા સૂચવેલ છે. १ “ तेनैव सोमसागरगणेस्तदा यैरदायि विबुधपदम् ।
पावकशैले शम्भवनाथमथानम्य सङ्केशाः ।। हृदि निवृतिमन्तस्ते मालवनीवृति निजालयानापुः ॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૩, પદ્ય ૯૧-૯૩ ]