________________
પ્રતિકૂલ સંગે વચ્ચે પણ જેના પવિત્ર આત્માએ ઉચ્ચ પ્રકારની શાંતિ, હિંમત, અદ્દભુત વૈર્ય, વિવેક અને ડહાપણુ દર્શાવ્યાં.
અતિક્ષીણ અશક્ત થયેલા દુર્બલ દેહે પણ, દાદરેથી પડતી પિતાની બે વર્ષની બાલિકા(ચિ. કૌમુદી)ને ઝીલી બચાવી લેવા જેણીએ ફાળ ભરી. અંતિમ દિને મૃત્યુ-શસ્યાથી પણ જેણીએ સ્વજનકુટુંબના શ્રેયમાટે ઐક્યની ભવ્ય શુભ ભાવના પ્રકટ કરી, સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના કરી. પ્રભુ-પ્રાર્થના, તીર્થસ્તવન–શ્રવણ-મરણ અને સ્વાધ્યાય-ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કર્યું. લાભશ્રીજી જેવાં વયોવૃદ્ધ પૂજ્ય સાધ્વીજીનાં દર્શન અને અંતિમ આરાધનાનો સુયોગ મેળવ્યા.
મૃત્યુની આગાહી થતાં, ખોળામાં માથું મૂકી સદાને માટે વિદાય માગતી પત્નીને, જીવન બચાવવા અસમર્થ નીવડતો સ્વજન, અબુજલાંજલિ સિવાય શું આપી શકે ? ઈષ્ટ જનના વિયોગનું આઘાતકારક વિષમ દુઃખ અનુભવ સારો પ્રેમી પણ અન્ય શું કરી શકે ?
જેને નિર્દોષ આનંદી સ્નેહાળ સરળ સૌમ્ય સ્વભાવ નજર સામે તરવરે છે. જેની સાચી ટેક, સાચું કહેવાની હિંમત, વ્યવહાર-દક્ષતા અને જેના વિનય, વિવેક, વિદ્યા–કલા–પ્રેમ આદિ સશુણેને સ્નેહીઓ સંભારે છે, જેનું કુટુંબ-વાત્સલ્ય ભૂલાતું નથી, તેના વિયેગની વાર્ષિક તિથિએ (સ્વર્ગવાસની સંવત્સરીમાં) તેના આત્માને પરમ શાંતિ ઈચ્છતાં, નિવાપાંજલિરૂપ આ સ્મરણાંજલિ સમ છું. આ લધુ કૃતિ જેની શુભ ભાવનાભરી પ્રેરણાથી પ્રકટ થાય છે, તે આત્માએ અધિષ્ઠિત કરેલા દેહની પ્રતિકૃતિની યોજના અહિં ઉચિત લેખાશે.
વિ. સં. ૧૯૯૧
છે.
આષાઢ વ. ૧૨
વડોદરા,
–લેખક.