________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૬૭ ધરમ તણે મિષ માંડી પિવું, વિષય તણા વ્યાપાર મારગ જુજુએ નિત નિત દેડું, ઈચ્છું ભવન પાર. આદી, ૮ ઘર આરંભ થકી હું ભાગ્યે, કુગુરૂ તણે કર ચડિયે; શિયાલના ભયથી નીસરિયે,સિંહ તણે વશ પડિયો. આદી. ૯ અમીય રસાયણ આગમ લહીને, વિદ્યા ભણી સુવિશાલ નવા નવા મત મેં બહુ માંડ્યા, રચિયાં માયાજાલ. આદી. ૧૦ પર બૂઝવવા પરવડી હુએ, આપ ન જાણું સાર; તરીય ન જાણું તારુ થાઉં, કિમ પામીશ નિસ્તાર. આદી ૧૧ પાંચ ઇંદ્રિય પૂરી પોષે, માંડી કપટ જાલ; ભ્રમ દેખાડી લોક ભાડું, વાંછું સુખ રસાલ. આદી. ૧૨ નિરગુણી આરાધુ ગુણ માની, આણી હૃદય બહુમાન નિર્દોષી ગુણીજન અવહેલ્યા, મોટું મુજ અજ્ઞાન. આદી ૧૩ જેજિનવાણી અમીય સમાણી, તે વિષ સરખી જાણી; જે વિષ સરખા મૂરખના મત, તે ઉપર ચિત્ત આણી. આદી. ૧૪ સેવું કુદેવ, કુગુરૂ, કુધર્મ, આપે આપ વિગે દેષ અવરના બહુ દેખાડું, જાણપણું મુજ જુઓ. આદી- ૧૫ પરવિઘને સંતોષી હુએ, પરલાભ વિષવાદ પરહિતકારીપણું દેખાડું, બોલું પર અપવાદ. આદી. ૧૬ અંતરાયકર્મ ઉદય કરીને, ભેગસંગ ન મળિયે, અછતા ભણી વ્રતધારી હુએ,મન અભિલાષન ટળિયે. આદી ૧૭ રાગદ્વેષ ક્ષણ એક ન મેલું, સ્વામી કહયે સુખ પામું સંથારામાંહી સૂતે વાંછું, ભેગીપણું રાજાનું. આદી. ૧૮