________________
સંગ્રહ-સંજકનું સંવેદન
સામાન્ય રીતિએ સ્તવનાના ત્રણ હેતુઓ સંભવે છે. (૧) અર્થસિદ્ધિ, (૨) કૃતજ્ઞતા અને (૩) મનની પ્રસન્નતા. કેવળ નિજ મનની પ્રસન્નતા ખાતર જેટલી સ્તવનાઓ થવી સંભવે છે, તેથી કંઈ ગુણી વધારે સ્તવનાઓ કૃતજ્ઞતાને કારણે થવી સંભવે છે; અને કૃતજ્ઞતાના. કારણે જેટલી સ્તવનાઓ થવી સંભવે છે, તેથી અસંખ્ય ગુણ સ્તવનાઓ. અર્થસિદ્ધિના હેતુએ થવી સંભવે છે.
કર્મવશવત છેની જરૂરિયાત અને ઈચ્છાઓ સુમાર વિનાની હોય છે. મારી જરૂરિયાત કેનાથી પૂરી થશે અને મારી ઈચ્છા કોની મહેરથી પાર પડશે, એ તરફ જીવનું લક્ષ્ય રહ્યા કરે છે. અને પિતાની જરૂરિયાત જેનાથી પૂરી થશે એવું લાગે અથવા તે પિતાની ઈચ્છા જેની મહેરથી પાર પડવાનો સંભવ લાગે, તેની સ્તવના કરવાને માટે જીવ ઉદ્યમશીલ બને છે. આવી સ્તવનાઓને અર્થસિદ્ધિના હેતુવાળી, કહી શકાય.
જેના વેગે પિતાની જરૂરિયાત પૂરાઈ અથવા જેના યોગે પિતાની ઈચ્છા પાર પડી, તેના પ્રત્યે કેટલાક જીવોમાં બહુમાન ભાવ પ્રગટે છે અને એથી તેની સ્તવના કરવાને એ પ્રેરાય છે. આવી સ્તવનાઓને કૃતજ્ઞતાના હેતુવાળી કહી શકાય.
એથી ઉચ્ચ કોટિના હેતુવાળી સ્તવનાઓ તે ગણાય કે જે કેવળ પિતાના જ મનની પ્રસન્નતા ખાતર જ કરવામાં આવે. કેઈન પણ
સારાપણાને જોઈને, એ સારાપણું ગમી જાય અને કેવળ એ સારાપણાને જ લક્ષ્યમાં રાખીને સ્તવના કરવાનું મન થાય, એ સંભવિત છે. અન્યનું સારાપણું ગમી જાય અને એ સારાપણાને આશ્રયીને સ્તવના કરતાં કશા પણ બદલાની આશા રહે નહિ, છતાં પણ મન પ્રસન્નતા અનુભવે, એવી સ્તવનાઓને મનની પ્રસન્નતાના હેતુવાળી સ્તવના કહી શકાય.