________________
૩૮૪ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ સરસ સંબંધ એ ઢાળ સાઠમી રે, ઉદયરતન કહે ચંગ રે; નરભવ પામી ભવિયાં દેહિલ રે, શ્રી જિન પૂજો મનરંગ રે. તવ૦૧૬
ઢાળ એકસઠમી
| દોહા
વિવિધ અલંકારે કરી, સનમાન્યા સવિ રાય; શીખ લહીને તે હવે, નિજ નિજ દેશે જાય. ૧ દીધો વરને દાયજે, હીરા નવસર હાર; મણિ માણેક મોતી ઘણ, તેજી વળી તુખાર. ૨ શીખ માગી સસરા કને, શ્રી ફળસાર કુમાર; ચાલ્યો નિજ જનપદ ભણી, સાથે લેઈ નિજ નાર. ૩ વળાવી સહુ કે વળ્યા, લગ્યા નિસાણે ઘાવ, અસવારી અળવે કરી, ધરી પેગડે પાવ. ૪ પહોત અનુક્રમે નિજ પુરે, કુમર તે મનને કેડ;
પંચ વિષયસુખ ભોગવે, પુણ્ય પામી જેડ. ૫ (રાગ મલ્હાર. દેશી એકવીસાની. જિન જમ્યા-એ દેશી
ચંદ્રલેખા રે, ચંદ્રકલાશી નિર્મળી, નિરુપમ રે, રૂપે આપે જેમ વીજળી; કટિબંકે રે, સિંહ હરાવ્યો જેણે વળી,
સુખ વિલસે રે, ચઢતે પ્રેમે મનરળી. મનરળી પ્રીતમ સંગે નવ નવ, ભોગ રંગે ભોગવે, ફળસાર ફળપૂજા ફળે હવે, વિવિધ લીલા જેગ; મનમાંહી જે જે ચિંતવે તે, મને રથ વેગે ફળે, સુખ લહેરમાંહી રહે લીને, અતુલ પુણ્ય તણે બલે.
ઇણ અવસરે રે, સુરલોકે સુરપતિ મુદા; ફળસારની રે, પ્રશંસા કરે એકદા, પરષદમાં રે, દ્ધ પર્યાપે ફરી ફરી; પૂરવભે રે, ફળની પૂજા તેણે કરી.
૧