________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૭
નવરાવી હવે બાલ, અક્ષત લે અરચીને જી; પડલીમાં ધર્યો તેહ, ચંદનશું તનુ ચરચીને ઇ. ૧૧ લેઈ પરિકર સાથ, દાસીને સીસ ચડાવીને છે; આવ્યા દેવી ઉદ્યાન, વાજિંત્ર બહુ વજડાવીને છે. જોવા મળ્યા બહુ જન્મ, ગીત ગાયે તિહાં ગોરડી છે; દેવીને દરબાર, ચતુરા નામે ચકેરડી જી. તિણે અવસર તિહાં જાય, ગગન પંથે વિદ્યાધરું છે; કંચનપુરને નાથ, સૂર નામે રાજેસર છે. તેણે દીઠે તે બાલ, દિનયરની પરે દીપ જી; અંબર કરતો ઉદ્યોત, વિદ્યુત જ્યોતને જીપત છે. ૧૫ સૂરે ગ્રહો સે બાલ, અન્ય શિશુ મૃત તિહાં ધરી છે; કાએ ન જ તે તંત, વિદ્યા તણે બળે કરી છે. ૧૬ તે પહેલે તલ ઠામ, સૂતી દેખી નિજ સુંદરી છે; અંધ ઉપર ઠવી બાલ, કહે ઉઠ વેગે કૃશોદરી છે. ૧૭ શું હાંસી કરો સ્વામી, દેવ નથી અને પાધરે જી; કહો કેમ પ્રસવે પુત્ર, વાંઝ બિરૂદ જેણે ધર્યો છે. ૧૮ સુણ રમણ કહે રાય, વચન ન માને જે અમતણે છે; જે ને ઉઘાડી આંખ, પુત્ર રતન સહામણું . ૧૯ નયણે નીરખી દાર, પરમારથ પ્રીછી ભણે છે; દૈવે ન દીધે જાત, તે સહી એ પુત્ર અમ તણે છે. ૨૦ પ્રેમે પાલે તેહ, અંગજની દેઈ ઉપમા જી; અનુક્રમે વધે તેય, બીજ તણે જિમ ચંદ્રમા છે. ૨૧ રતિ રાણીએ મૃત બાલ, ભગવતીને શિર નામને , માની લેજો એ ભેગ, દેવીને ભાંખે તિહાં કરે છે. રર રંગમંડપને બાર, આફાલ્યો લટ ભરે છે; બલિ આપી મન રંગ, રાણું ગઈ નિજ મંદિરે છે. ૨૩