________________
૦
૦
૦
૦
૮
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૨૩
ઢાળ બત્રીસમી
| દોહા મહીપતિ મંત્રિને કહ્યું, રાત્રિને વિરતંત; તે કહે જીવિત કારણે, એ સહી કીજે તંત. પર હણે પતે જીવતા, એ નહિ ઉત્તમ રીત; તે માટે ત્રિવિધ સહી, હું ન કરું એ નીત. રાણી સઘળી તેડીને, સચિવ કહે સુણે વાત; મૂલ થકી માંડી કહ્યો, રાક્ષસનો અવદાત. મંત્રીવચને માનિની, અધમુખી સુવિશેષ; નિજ જીવિત લેભે કરી, ઉત્તર નામે એક. સુખ વેળા સહુકે સગું, કઠણસમે નહિ કેય; સ્વજન સાચા તે સહી, જે મરવા હાજર હેય. હસિત વદન હરખે કરી, રતિસુંદરી કહે રંગ; અવનીપતિ ઉગારવા, આપું હું નિજ અંગ. તે જીવિત સ્યા કામનું, જે નાવે પિયુકાજ; મરતાં મોટો લાભ છે, જે જીવે મહારાજ.
(રાગ : રામગિરી; આખ્યાનની દેશી) ગેખને હેઠે અગ્નિકુંડ છે, વેગે કરાવો વારુ પ્રચંડ છે;
રતિ રાણુની ઈમ સુણી વાણી છે, મનમાં હરખ્ય મંત્રી ગુણખાણ છે ત્રુટક ગુણ જાણું ગેલે ગોખ હેઠે, કુંડ કર્યો તતકાલ,
અગર ચંદનકાષ્ઠ પૂરી, નામી વ્રતની નાલ; વિકરાળ ઝાળ વિલેલ માલા, અનલ પસર્યો જામ;
લેક તિહાં લાખ ગમે, જેવા મલ્યા બહુ તા. ૧ હાળઃ શશિવયણું સજી શૃંગાર છે, તિહાં આવી જિહાં ભરતાર છે:
પાય નમીને પદમિની ભાખે છે, કોમલ વચને સહુની સાખે છે. ગુટકા સહુ તણું સાખે સુંદરી તે, કતિને કહે. ગહગહી,
અંગ ભાડું ઉતારું છું, સ્વામી તુમ ઉપરે સહી;
•
6.