________________
|
૩
૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ મગર લંછન જસ શોભતું એ, ભયભંજન ભગવાન; માનવિજયને આપીએ, અદૂભૂત અવિચલ થાન. ૩
(૧૦) શ્રી શીતલનાથ જિન ચૈત્યવંદન શીતલ સેજે શીતલે, શીતલ જસ વાણ; સમતા શીતલ તે હુવે, જે નિસુણે પ્રાણી. નેવું ધનુષ પ્રમાણ પત, વર્ણ જસ કાય; શ્રીવત્સ લંછન એક લાખ, પૂરવ જસ આય. દરથ નંદા નંદને એ, ભદિલપુર વર રાય; પ્રધ્યાને શીતલ રહે, માનવિજય ઉવઝાય.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ જિણુંદ દેવ, સેવક સુખકારી; પરમ પુરૂષ પરમેશ્વરે, પ્રણમે નરનારી.
તેના સિંહપુરી વર રાય વિષ્ણુ, વિષ્ણુ અંગજાત; ચઉરાસી લાખ વર્ષ આય, સેવન સમ ગાત.
રા ખડગી લંછન જેહને એ, એંસી ધનુષની કાય; માન કહે તે ભવ તરે, જે જિનવર નિત ધ્યાય.
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન વાસવપૂજિત વાસુપૂજ્ય, તનુ વિમ વાન; રાણી જ્યા વસુપૂજ્યરાય, કુલતિલક સમાન. ચંપા નયરી જનમીએ, સીત્તર ધનુષ દેહ; વરસ બહોતેર લાખ આય, કીધો ભવ છે. યમવાહન લંછન મીસે, સેવે જેહના પાય; માનવિજય પ્રભુ નામથી, ભવ ભવ પાતક જાય.
Iકા
રા
Iકા