________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૦૧
દેવ ધર્મગુર માતાપિતા, એ તીન હવે એક તેહશું અનીતિ ન બેલિયે, તાતશું કહી ટેક. ૪ જનક પ્રત્યે કહે યક્ષ તે, મેલ તું મને સંતાપ; ક્રોધ કરે છે કેહશું, એ બેટ તું બાપ. ૫ જન્મ જાતિ મુખ જોઈને, વનમાં વાસ્યો જેહ; એ ઓળખજે આજ તું, ઈમ કહીને ગયો તેહ. ૬ યક્ષને વચને જનકને, ઊપને અતિ ઉત્સાહ; અંગે જાણે અમૃત ઢળે, દૂર ગયે દુઃખદાહ. ૭ મૂકી મનને આમળો, પહેલાં પ્રણમી પાય; ખમાવે ખંતે કરી, જનક પ્રતિ તે જાય. ૮
( મદ આઠ મહામુનિ વારીયે–એ દેશી ) મન મોહિયું મારું નંદને, આજ ઊલટાયો હરખ અગાધ રે; મેં બાલાપણે વનમાં ધર્યો, તું ખમજે તે અપરાધ રે. મન૦ ૧. તવ કંઠાલિંગન દઈને, જનકે ચુખ્યું રંગ રે; વળ મહિમાંહી બેહુ મળ્યા, અતિ વાળ્યો તિહાં ઉછરંગ રે. મન ૨ બેને આંખે આંસુ ઊલટયાં, હૈયામાંહી હરખ ન માય રે; જે વિછડિયાં વાહલાં મલ્યાં, તેહથી શીતલ નથી કાંઈ રે. મન ૩ તવ પસારા ઓચ્છવ કર્યો, પિતનપુર નાથે જગી રે; બહુ મંગલતૂર વજાવીને, વળી છત્ર ધરા સીસ રે. મન ૪ પુરમાંહી પુત્ર આવ્યા તણે, ઉત્સવ કરાવે અવનીશ રે; સજજન સહુ આવીને મળ્યા, વધાવી દિયે આશીષ રે. મન ૫ માત હવે મન મોદે કરી, મળવા આવી તિહાં ધાઈ રે; હજી નયણે આંસુ નીતરે, રહી પુત્રને કંઠ લગાઈ રે. મન૦ ૬ પયોધરે જલધરની પરે, નેહે ચાલી દૂધ ધાર રે; માતા મનમાં હરખી ઘણું, વળી જાગ્યો પ્રેમ અપાર રે. મન૦ ૭ વદને ચુંબે વળી વળી, જિમ વત્સને ચાટે ગાય રે; હાંજી ધન્ય વેળા ધન્ય એ ઘડી, વિમિત ચિંતે મનમાંહી રે. મન૦ ૮.