________________
વિભાગ અગિયારમે ઃ શ્રી અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૮૯
સારથપતિ હવે સાથે લઈને, પંથ શિરે પરવરિયે; કંચનપુરે કુશલે પહે, આવાસે ઊતરિ. ૨ વિનયંધર તે વધતો વારુ, યૌવન પામે જામ; સુંદર રૂપ મનહર શોભે, જાણે અભિનવ કામ. ૩ અંગવિભૂષિત વેલ સુખાસન, વાહને બેઠે હિંડે; સારથપતિ સુતની પરે રાખે, પણ પુરજન તસ પડે. ૪. કર્મકર કહીને બેલા, સુબંધુએ પાળે એહને; પગની ઝાળ તે મસ્તક જાયે, વચન સુણીને તેહને. ૫ લેકને વચને લાજે મનશું, દુઃખ ધરે દિલ સાથે; પરવર વાસી પરની સેવા, ધિગ પડે સુખ માથે. ૬ મનશું એક દિન મહાદુઃખ પામી, આ નિજ આવાસે; તિહ મુનિવર દેખી મન હરખે, પ્રણમી બેઠ પાસે. ૭ સાધુ પયંપે સમકિત પાખે, જીવ ભમે સંસાર; પૂજાને અધિકાર પરંપર, ઉપદેશે અણગાર. ૮ ધૂપપૂજાશું પ્રેમ ધરીને, જે પૂજે જિનરાય; સુરનર કિન્નર ભૂપ પુરંદર, પૂજે તેમના પાય. ૯ ભાવ ભેદ જુગતે જિનવરની પ્રતિમા પૂજે જેલ; જગતીમાં તે મહાજસ પામે, પૂજનીક હુએ તેહ. ૧૦ પૂરવ કર્મને પાછાં ઠેલી, પામે પરમ કલ્યાણ પ્રશંસનીક થાયે પૂજાથી, સુરનર માને આણ. ૧૧ ઇત્યાદિક ઉપદેશ સૂણીને, વિનયંધર મન વધ્યું; અચાને અધિકાર તે જાણું, ભગવંત શું ચિત ભેળું. ૧૨ એક દિવસની પૂજા ન થાયે, પરવશ હું પરવાસી; ધરમ વિના ધિગ એ જનમાર, ઈમ ચિતે ઉદાસી. ૧૩ નિત્યે ધૂપ સુગંધી નિરમલ, જે પૂજે જિનબિંબ ધન્ય પુરુષ તે પ્રાણ પામે, અવિચલ પદ અવિલંબ. ૧૪ ૧૯