________________
.
૨૫૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બાજો ભાગ સ્વર્ગ મૃત્યુ પાતાલે તે સઘળે, કેહની કેડ ન મૂકે; મહ તણી ભડવાઈ મનથી, ચારિત્રવંત ન ચૂકે, ભ૦ ૬ ક્રોધાદિક કષાય જે કહુઆ, અરિયણ આતમ કેરા; પ્રત્યક્ષ તેહ તણે વશ પ્રાણી, ફિરે ચિહું ગતિના ફેરા. ભેo ૭ મિત્રપણે મિલે તે મનશું, પણ તે શત્રુ પ્રી છે; તેહ તણું સંગતિ તુમે તજજે, ઉત્તમ ગતિ જે ઈચછે. ભેo ૮ પાંચ ચેર પસાર કરીને, તે તારું ધન લૂટે; અંતરજામી! સુણ અલસર ! ખરાબ થાઈશ ધન ખૂટે. ભ૦ ૯ તે માટે તું નીંદ ત્યજીને, જેને નજરે નિહાળી; દુશ્મનને શિર દેટ દઈને, આપ હેજે ઉજમાળી. ભ૦ ૧૦ મન મહેતાશું મેળ કરીને, તું કાં રહે છે ભીને; બંદીખાને દેશે તુજને, કરશે ખરાબ ખજીનો. ભ૦ ૧૧ લેખું તું સંભાળી લેજે, વળી મ કરીશ વિશ્વાસ; તે લંપટ લેચા વાળીને, પાડશે તુજને પાશ. ભેo ૧૨ ઘણું ઘણું શું કહિયે તુજને, તું છે જાણ સુજાણ; જાગી જેને જ્ઞાનની દષ્ટ, જિમ પામે શિવઠાણ. ભેટ ૧૩ ક્ષમા રૂપી તું ખડ્રગ લઈને, પહેરી શીલ સન્નાહ; સંયમ સત્તર ભેદે લહીને, વઢ વેરીશું ઉચ્છાહ. ભ૦ ૧૪ અરિયણ કેરું મૂલ ઉથાપી, કર પિતાનું કામ; આઠે કરમને અંત કરીને, પામીશ પંચમ ઠામ. ભ૦ ૧૫ ઈમ આતમ આણું સમતા રસે, વિજયચંદ્ર મણુંદ; પંચ મહાવ્રત પાળે પ્રેમ, ટાળે દુરગતિ દંદ. ભેટ ૧૬ સૂઝતો આહાર લિયે સંવેગી, નિરદૂષણ નિરધાર; સાધુ તણે સહીનાણે પૂરે, એ નહિ આચાર. - ૧૭ શુદ્ધ ભાવે સંયમ પાળતાં, બાર વરસને અંતે કરમ ખપાવી કેવલ પામ્યા, ભાંગી ભવની ભ્રાંતિ. ભેo ૧૮