________________
વિભાગ છદ્ધો : પ્રકીર્ણ સ્તુતિ–ચતુષ્કો
| [ ૧૭૯ ૬. શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિચતુષ્ક જય પાસ દેવા કરૂં સેવા, અશ્વસેન કુલ ભૂષણે, નગરી વાણારસી શુદ્ધ સ્થાને, વિમલ નિર્ગત દૂષણે પકમલ ફણિધર ભવિક સુખકર, નીલતનું જગવંદનં, પ્રભુ પાપચૂરણ આશપૂરણ, વામાદેવી નંદનં. ૧ સંસારતારણ સૌખ્ય કારણ, કરમ–અરિદલ–ગંજનં, દેવાધિદેવ ત્રિલેકનાયક, કમઠ–માન–વિહંડણું; તુમ નામ નિર્મલ સહજ શીતલ, પાપતમભર દિનકર, લખ ચોરાસી જીવ બાંધવ, નમે પાર્શ્વ જિનેશ્વર. ૨ શ્રી સહસ્વામી ગણિ પંચમ, આગમ શુદ્ધ પ્રકાશિયા, અંગ અગ્યાર ઉપાંગ બારહ, વિવિધ ભેદ વિકાસિયા સંદેહભંજન ચિત્તરંજન, એકમના જે સહે, ઘન કર્મ ગંજી પાપ ભંજી, તેહ મુગતિ પુરી લહે. ૩ સમક્તિ વાસિત અલિય નાશક, દેવી શ્રી પદ્માવતી, કર દેય કંકણ હાર ઝગમગ, વીજલી ક્યું રાજતી; ધરણેન્દ્ર દેવ તણીય ઘરણી, સંઘ મંગલકારણી, ઉદયસમુદ્ર આનંદકારી, સયલ આશા પૂરણી. ૪ ૭. શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિચતુષ્ક
(શંખેશ્વર પાસજી પૂજિયે) પાસ જિનેસર જગધણી, મનવંછિત પૂરણ સુરમણી; મિથ્યા તમે હર દિનમણું, પ્રણમું પરમારથ શિવ ભણી. ૧