________________
વિભાગ પાંચમો : ચોવીસ જિન સ્તુતિચતુષ્ક
[ આ વિભાગમાં શ્રી ઋષભદેવ ભગવાન આદિ ચોવીસ જિનેશ્વરદેવોનાં સ્તુતિચતુષ્ક આપવામાં આવે છે. સ્તુતિચતુષ્ક માટે નિયમ એવો છે કે-જે ભગવાનનું સ્તુતિચતુષ્ક હેય, તે ભગવાનની સ્તુતિ પહેલીઃ સર્વ ભગવાનની સામુદાયિક સ્તુતિ બીજી શ્રી જિનવાણીની સ્તુતિ ત્રીજી અને, સમ્યગ્દષ્ટિ દેવ-દેવીની સ્તુતિ ચોથી. આ નીચે જે સ્તુતિચતુષ્ક આપેલ છે, તેમાં એવી ગોઠવણું છે કે-શ્રી ઋષભદેવ આદિ ચોવીસ ભગવાનની પહેલી રસ્તુતિ જુદી જુદી છે; અને બાકીની બીજી, ત્રીજી અને એથી સ્તુતિઓ દરેક સ્તુતિચતુષ્કમાં સમાન છે.]
૧. શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ ઃ
(માલિની) ઋષભ જિન સુહાયા, શ્રી મરૂ દેવી માયા,
કનકવરણ કાયા, મંગલા જાસ છાયા; વૃષભ લંછન પાયા, દેવ નર નારી ગાયા,
પણશત ધનુ કાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા. ૧
બીજી સ્તુતિ ઈમ જિનવરમાલા, પુણ્યની પ્રનાલા,
જગમેં ઉદયાલા, ધર્મની સત્રશાલા; કૃત સુકૃત સુગાલા, જ્ઞાનલીલા વિશાલા,
સુર નર મહીપાલા, વંદિતા છે ત્રિકાલા. ૨.