________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૬૩ ૭૧. શ્રી જિનાગમ સ્તવન
(ભવિ ! તમે વંદે રે, સિદ્ધાચળ સુખકારી) ભવિ ! તમે વંદે રે, જિન આગમ જ્યકારી; પાપ નિક દે રે, પ્રભુ આણું દિલ ધારી. શાસનનાયક વીર જિનેસર, આસન જે ઉપકારી; પ્રભુથી ત્રિપદી પામી ગણધર, સેહમની બલિહારી.
ભવિ૦ ૧ પ્રથમ અંગ શ્રી આચારગે, મુનિ આચાર વખાણે; સહસ અઢાર તે પદની સંખ્યા, દુગુણા સઘળે જાણે.
ભવિ. ૨ સૂયગડાંગ, ઠાણુગ, સમવાયાંગ, પાંચમું ભગવતી અંગ; લાખ બિહું ને સહસ અઠયાસી, પદ ભાખ્યાં અતિ ચંગ.
ભવિ૩ જ્ઞાતાધર્મકથા અંગ છ, કથા ઊઠ કેડ પ્રમાણે પંચમ આરે દુષમ કાલે, ઓગણીસ દિલમાં આણે.
ભવિ. ૪ ઉપાસક–દશાંગ સાતમું, દશ શ્રાવક અધિકાર; તે સાંભળતાં પાતક ધ્રુજે, જિન. પડિમા જયકાર.
ભવિ. ૫ અંતગડ સૂત્ર, અનુત્તરવવાઈ પ્રશ્નવ્યાકરણ સહિયે; અશુભ શુભ ફલ કર્મ વિપાક એ, અંગ અગિયારે લહિયે.
ભવિ. ૬