________________
વિભાગ એથે : પ્રકીર્ણ સ્તવને
[ ૧૫૩
૬૨. શ્રી સીમંધર જિન સ્તવન
(સંભવ જિનવર વિનતિ) સ્વામી સીમંધર! વિનતિ, અવધારો જિનરાજ રે, નામ તુમારે સાંભળી, રોમાંચિત હય કાય રે. સ્વામી. ૧ એકનેડા હી વેગળા, જે મન ને ગમે તે રે, એક અળગા પણ કડા, જેહશું અધિક સનેહ રે. સ્વામી૨ જે ચાહો તુમ હેજશું, તે ઉલ્લસે મુજ ચિત્ત રે; એહ ઉખાણે લેકમાં, દિલભર દિલ છે પ્રીત રે. સ્વામી, ૩ મન ચાહે મળવા ભણી, દરિસણ દેખે ન આંખ રે; પણ શું કીજે દૈવને, આપી નહિ મુજ પાંખ રે. સ્વામી ૪ તે હવે નિત્ય નિત્ય વંદના, જાણ જે શ્રી જિનચંદ! રે; જિનસાગર પ્રભુ ગાવતાં, પાપે પરમાનંદ છે. સ્વામી ૫
૬૩. શ્રી સીમંધર જિન સ્તવન
| (સાંભળો મુનિ સંજમ રાગે). જિનવર મુજને કઈ મિલાપ, સીમંધર શિવનામી રે; ચરણકમલ તારાં વાંછું હું, તું છે મારે સ્વામી રે.
જિન. ૧ સાસરડાનું કેડ ઘણેરું, હિરડે નવિ રહિયે રે, ચઉગઈમાંહી દુઃખ ઘણેરું, મુગતિ સાસરડે જઈએ રે.
જિન ૨ મત્ય લેકમાં રે પહર મોટું, માયા જંજાળે છેટું રે, સ્વર્ગ સાથે કિહારેક જાવું, ભાતું પિતાનું ખાવું રે.
જિન. ૩