________________
૧૦
નકલ તૈયાર કરવામાં પણ તેમણે પિતાના કિમતી સમયને સત્ર કર્યો છે અને છપાએલા ફરમાઓ તપાસી જઈને અશુદ્ધ-શુદ્ધનું સૂચપણ તેઓએ કરેલું છે.
આ ઉપરાન્ત, સંપાદનમાં, પ્રફના સંશોધનમાં અને છપાવવ માટેની નકલ તૈયાર કરવા વગેરેમાં બીજા પણ અનેક પૂ. મુનિવરે આદિએ સાથ આપે છે.
આ બીજા ભાગને છપાવવાનું કામ તે ઘણું મહિનાઓ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એક પછી એક એવા સંગે ઉપસ્થિત થતા ગયા કે આ કામ વિલમ્બમાં પડતું ગયું. કેટલુંક તૈયાર કરેલું અને કેપેઝ કરાવેલું મેટર પણ રદ કરવાની ફરજ પડી. એમાં છેલ્લે છેલ્લે શ્રી અષ્ટપ્રકારી પૂજાને રાસ પ્રગટ કરવાનું સૂચન મળ્યું. એ રાસ પ્રગટ કરવામાં, આ પુસ્તકના નક્કી કરેલા કદ કરતાં આ પુસ્તકનું કદ વધી જતું હતું અને કામ વિલમ્બમાં પડતું હતું, છતાં પણ એ રાસ એટલે કિમતી લાગે કે આ બીજા ભાગમાં એનું પ્રકાશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યું.
આ પુસ્તકમાં શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. પ્રેદેષ વગેરેને કારણે એ સિવાયની અશુદ્ધિઓ પણ હોય છે તે સંભવિત છે. વાચકો એને સુધારી લેશે અને અમને સૂયવશે, એવી આશા રાખીએ છીએ. પાના ૭૪, ૭૬, ૭૮ અને ૮૦ માં ઉપરના ફીગરની લીટીઓમાં
બીજો ભાગ” એને બદલે “થે ભાગ” એમ છપાઈ જવા પામ્યું છે, તે તે પણ સુધારી લેવાની વિનંતિ છે.
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહના આ બીજા ભાગના પ્રકાશનમાં જે જે મહાનુભાવોની સીધી કે આડકતરી સહાય મળી છે, તે સર્વને આભાર માનવા સાથે, તેઓ સર્વે આ ગ્રન્થમાળાને દરેક અવસરે યાદ કરીને સહાયક બનશે, એવી અભિલાષા રાખીને વિરમું છું.