________________
પ્રકાશકીય નિવેદન *
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહને આ બીજો ભાગ પ્રગટ કરતાં અને આનન્દ થાય છે. પહેલા ભાગ કરતાં પણ આ બીજે ભાગ વધારે પ્રમાણમાં ભવ્ય-ભોગ્ય બનશે એમ અમારું માનવું છે.
જે પુણ્યપુરૂષનું શુભ નામ આ ગ્રન્થમાળાના નામ સાથે સંકલિત કરવામાં આવ્યું છે, તે પૂ. સકલાગમરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટવિભૂષક–પૂ. પરમ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-દેશદ્ધારક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્ન-પૂ. ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી ગણિવરે સંપાદિત કરેલે શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહને પહેલે ભાગ વિ. સં. ૨૦૦૪માં પ્રગટ કરી હતે.
પહેલે ભાગ પ્રગટ થયા પછીથી, એ જ સંગ્રહ બીજા ભાગ રૂપે પ્રગટ કરવાની માગણી આવ્યા કરતી હતી અને એથી આ બીજા ભાગના પ્રકાશન માટે પણ એ જ પૂ. ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી ગણિવરે ધ્યાન આપવા માંડ્યું હતું. તેઓએ આ તરફ ધ્યાન આપવાને લીધે જ આ બીજા ભાગનું પ્રકાશન શકય બન્યું છે. તેમના જ ઉપદેશથી આ બીજા ભાગના ઘણા ગ્રાહકે અગાઉથી નોંધાવા પામ્યા હતા અને પ્રકાશનનું કાર્ય આદરાયું હતું. પહેલા ભાગને માટેના સંચયનું સંકલન અને સમ્પાદન પણ એમણે જ કર્યું હતું, જ્યારે આ બીજા ભાગને માટે સંચયનું સંકલન કરી આપીને તેઓશ્રીએ તે સંચય પ્રકાશન માટે સેપી દીધો હતો.
પહેલા ભાગને આખેય સંચય જેમ મુખ્યત્વે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી માનતુંગવિજયજી મહારાજે કર્યો હતો, તેમ આ બીજા ભાગને સંચય પણ મુખ્યત્વે એમણે જ કર્યો છે. છપાવવાને માટેની