________________
૯૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ–બીજો ભાગ લક્ષ્મણ દેવીના લાડકા જિનરાયા, જસ ઉડુપતિ લંછન પાયા; પ્રભુ ચંદ્રપુરીના રાયા, નિત્ય સમરીએ નામ.
ચન્દ્ર- ૨ મહસેન નૃપ કુલચંદ્રમા સુખદાય, એના દર્શને પાપ પલાય; આતમ નિજ તત્વે સમાય, ભવ ભવનાં દુઃખ જાય.
દેઢસો ધનુષ પ્રમાણ સુંદર દેહ, તેજે કરી દિણયર જે; ગુણગણ કહી ન શકે કેહ, ધન્ય પ્રભુને દેદાર.
દશ લખ પૂરવ આઉખું પ્રભુ પાળી, નિજ આતમને અજવાળી; દુષ્ટ કર્મના મર્મને ટાળી, વર્યા કેવળજ્ઞાન.
ચન્દ્ર૪ સમેતશિખર સિદ્ધિ વર્યા ઉછરંગે, એક સહસ મુનિવર સંગે, પાળી અનશન આતમરંગે, લઘું પદ નિરવાણ.
જિન ઉત્તમ પદ પાને જે ધ્યાવે, રુપ કરતિ કમલા પાવે, મુનિ મોતીવિજય ગુણ ગાવે, આપ અક્ષય રાજ.
- ચન્દ્ર. ૭ ૨૨. શ્રી શાન્તિનાથ જિન સ્તવન /
(શ્રી સુપાર્શ્વજિન દિયે) બે કર જોડીને વિનવું, અવધારે ભગવંત, પ્રભુજી! શરદ શશી મુખ તાહરૂં, મુજ મન દેખણ ખંત, પ્રભુજી!
શાન્તિ જિનેસર વંદિયે. ૧