________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને જિનપતિ! તારે તે દાસ અપાર, મુજ મન તું એકજ ધણી; જિનપતિ! અવર ગમે નહીં કેય, ચાહું ચાકરી તુમ તણી. ૩ જિનપતિ! તું હી દેવાધિદેવ, કેવલજ્ઞાન ગુણાક; જિનપતિ! ઘાતી કરમ અંધકાર, તિમિરવિનાશન દિનકરુ. ૪ જિનપતિ! ભાસિત કાલેક, જ્ઞાનદિવાકર તું જયે; જિનપતિ! પ્રણમે સુરાસુર થક, મોહ મિથ્યામત મિટ ગયે. ૫ જિનપતિ! સમવસરણ મઝાર, દેતા ચૌમુખ દેશના; જિનપતિ! ચઉવિહ ધર્મદાતાર, દૂર કરે ભવ કલેશના. ૬ જિનપતિ! તુજ મુખ દેખી ઉદાર, તેહ અવસ્થા સાંભરે; જિનપતિ! દીજે સમકિત સાર, જેહથી ભવજલ નિસ્તરે. ૭ જિનપતિ! સત્તર અકૂણું મઝાર, ગાયા ગુણ હરખે કરી; જિનપતિ! ઉદયસૂરિ સુપસાય, ન્યાય કહે ઊલટધરી. ૮
૧૭. શ્રી સંભવનાથ જિન સ્તવન
| (દ્વારિકામાં રાજ્ય કરે રણછોડ) ભાવપૂજા નિત્ય કર કર જોડ, સંભવ જિન મનમંદિર તેડી, સકલ દેવ સિર મોડ. ૧ સમરસ ગંગાજલ હુવરાવે, ભાવ તણી નહીં ખોડ; અંગરાગ કેસર ને સુખડે, એરસિયે મન છેડ. ભાવ. ૨ ધ્યાન સુગંધ કુસુમસે પૂજા, ટાળી નિજ મન દેડ; ધૂપ રૂપ જિનકે ઘટ વાસે, દૂર ટળે દુઃખ ઝેડ. ભાવ. ૩ મહાનંદ ધૃત થિર મન વર્તી, ભક્તિ થાલમાં છેડ જ્ઞાન પ્રદીપ જગાવી તિ, આરાત્રિક કર કેડ. ભાવ. ૪