________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવન
કળશ શ્રી હીર રત્ન સૂરદ જાણો, જ્ઞાન રત્ન સુગુણ નિલે; તે સંઘ સાથે સાત ઠાણે, ભેટિયે ત્રિભુવન તિલે; જે જન આરાધે મન સમાધે, સાથે સરવે સંપદા, ઉદયરતન આખે અનેક ભવની, તે ટાળે સવિ આપદા. ૧
૧૪. શ્રી શત્રુંજય મહાતીર્થ મંડન
શ્રી આદિ જિન વિજ્ઞપ્તિસ્વરૂપ સ્તવન | ( વિમલાચલ નિત વંદિયે ) જય! જય!! તું દેવાધિદેવ !, વિમલાચલ મંડન ! જય! જિન ! તું જગદેકબંધુ!, મરુદેવીનંદન! જય૦ ૧ વંદન–વિધિથું ભવિ કરે, તુજ પદક જ ઉછાંહી; સારવાહ પરે મિલ્ય, તું ભવ અટવી માંહી. જય૦ ૨ બાંહ્ય ગ્રહી પ્રભુ તારીએ, એ સેવક કરે સનાથ; નાથ! નિરંજન તું જ, સાચે શિવપુર સાથે જય૦ ૩ સાથે મિલે સવિ સુખ તણે, તુજ દરિસણ દીઠે, તાપ ગયે તન મન તણે, જેમ અમૃત વૂડે. જય૦ ૪ ધીઠે જેણે નવિ નીરખીએ, તુજ દરસણ સાર; નર ભવમાંહી જાણીએ, તેહ પશુ અવતાર. જય૦ ૫ તારક વડ સફરી પડે, એ અડવડીઓ આધાર; ધારક ધર્મધુરા તણે, જગજંતુ હિતકાર. જય૦ ૬ કારણ વિણ જગદેકશરણ, કરૂણારસ ભરિયે તરિ તુજ પય વંદના, મેં ભવજલ દરિયે. જય૦ ૭ પરિ નાભિ નરિંદને, નિરુપમ અજુ આવે; ટા યુગલા ધર્મ તે, જિનપંથ સંભાળે. જય૦ ૮