________________
વિભાગ ચોથે : પ્રકીર્ણ સ્તવને મૃદંગને નાદે રે, મનની મજશું રે,
| ધવલ મંગલ ગીત ગાન; મધુર સ્વરે રે, કેઈ મુખ ઉચ્ચરે રે,
કેઈ ધરતા તેહ કાન. સંઘ૦ ૪ દેહરે હરે રે, જિનવર ખિતા રે,
પડિક્લેમણે પચ્ચખાણ; મુનિમુખ સુણે રે, શ્રાવક મંડળી રે,
વિમલાચલનાં વખાણ. સંઘ૦ ૫ ઢાળ ચોથી (દેખણ રે સખી! દેખણ દે) માહરા રે ભાઈ સૂડલા ! ગુણ માનું લાલ, મુને આપજે થારી પાંખ, થારે ગુણ માનું લાલ; હું તે ઓલંઘી ઉજાડય તાહરી, ગુણ માનું લાલ, મુને સિદ્ધાચલ દેખાડ, થારે ગુણ માનું લાલ. ૧ આદીસર ભેટું ઊડીને, ગુણ૦ ભાંગું મારા ભવની ધાંખ; થા. વૈશાખ જેઠની વાદળી, ગુણ મારા સંઘ ઉપર કર છાંય.
થા . ૨ પવન લાગું તારા પાઉલે, ગુણ મારા સંઘને હાજે સુવાય;
થા જલધર જાઉં તારે ભામણે, ગુણ, તું તે ઝીણી ઝીણી વરસે બંદ.
થા૦ ૩ ભાલીડા લાવે ફૂલડાં, ગુણ, માલતીને મચકુંદ, થાર જાઈ જૂઈ કેતકી, ગુણ૦ ડમરે ને જાસૂદ.
- -- થા . ૪