________________
વિહાગ પહેલો-ચોવીશી સંગ્રહ
પક'
કંચન કાંતિ સુંદરૂ, સાત કાંતિ રહિત કૃપાલ-ગુ .' જિન ઉત્તમ પદ સેવતાં, સાવ રતન લહે ગુણમાલ-ગુ૦ ૭:
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન રતવન.
( તુમે બહુ મૈત્રી રે સાહિબા–એ દેશી.) ચંદ્રપ્રભ જિન સાહિબ, શરણાગત પ્રતિપાલ; દર્શન દુર્લભ તુમ તણું, મોહન ગુણ મણિમાલ. ચં૦ ૧ સાચો દેવ દયાળ, સહજાનંદનું ધામ; નામે નવ નિધિ સંપજે, સીઝે વાંછિત કામ. ચં. ૨ ધ્યેયપણે રે ધ્યાવતાં, ધ્યાતા ધ્યાન પ્રમાણ કારણે કારજ નીપજે, એવી આગમવાણ અં૦ ૩ પરમાતમ પરમેસરૂ, પુરૂષોત્તમ પરધાન; સેવકની સુણી વિનતિ, કીજે આપ સમાન. ચં૦ ૪ શ્રદ્ધા ભાસન રમણતા, આણી અનુભવ અંગ; નિરાગી શું રે નેહલે, હેયે અચલ અભંગ. ચં૦ ૫. ચંદ્રપ્રભ જિન ચિત્તથી, મુકું નહિ જિનરાજ; મુજ તનુ ઘર માંહે ખેંચીયો, ભકતે મેં સાતરાજ, ચંડ ૬ ગુણનિધિ ગરીબ નિવાજ છે, કરુણ નિધિ કીરપાલ; ઉત્તમવિજય કવિરાજને, રતન લહે ગુણમાલ. ચં૦ ૭
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન
(જ્ઞાનપદ ભગેરે જગત સુલંકરૂ–એ દેશી.) સુવિધિ જિનેસર સાહિબ સાંભળો, તમે છો ચતુર સુજાણ; સાહેબ સનમુખ નજરે જોવતાં, વાધે સેવક વાનજી. સુર ૧