________________
વિભાગ પહેલો–વીશી સંગ્રહ
કૃપા કરે ભગવંત, જિમ લહું કર્મ અંત; આજ હો જાચું રે, નવિ રાચું અવરને દેખીને જી. ૬ શ્રી ખિમાવિજય ગુરૂ નામ, જાણે ક્ષમા ગુણ ધામ; આજ હે પામીરે, શુભ કામી જસ લહીયે ઘણોજી. ૭
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
(નારી તે પિયુને વિનવે છે લોલ–એ દેશી.) ધર્મ જિનેસર ધાવવા હો લાલ, મુજ મન ધરે રૂહાડ–
સલુણ સાહિબા પણ આઠ અરિ આડા ફરે હો લાલ, જેહની મોટી ધાડ-સલુણ૦૧ પહેલે અજ્ઞાન પટ આડે ધરેહો લાલ, તો કિમ દેખું રૂપ-સ, બીજો રાખે રેકીને હો લાલ, મિલવા ન દીયે જિનભૂપસ. ૨ મધુર ખડગ ધાર ચાટવી હો લાલ, ત્રીજે દેખાડે સુખ-સવ જીભ છેદથી વેદના હો લાલ, તિમ ભગવાને દુ:ખ-સ૦ ૩ ચોથે મદિરાપાન પાઈને હો લાલ, વિકલ કરે મુજ બુદ્ધસ યથા તથા પણે બોલતાં હો લાલ, પાછળ ન રહે શુદ્ધ-સ. ૪ હેડે ઘાલે પાંચમે હો લાલ, રાખે ભવ પર્યત–સ. જન્મ મરણ કરાવે ઘણું હો લાલ, નાવ્યા ભવને અંત–સ ૫ છો વિવિધ રૂપ દાખવે હો લાલ, ચિતારા સમ તેહ-સ ગતિ જાતિ નામે કરી હો લાલ, બોલાવે બહુ એહ-સ. ૬ ઉંચ નીચ કુલ ઉપજાવતો હો લાલ, ધે હેલનો બહુમાન-સ કુલાલ સમ તે જાણીયે હોં લાલ, સાતમાનું અભિધાન-સ. ૭ દાન દેતાં રાજા પ્રતે હો લાલ, રાખે રખવાલ જિમ–સ. દાનલાભાદિક લબ્ધિને હો લાલ, આઠમે વારે તિમ-સ? ૮