________________
૧૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ..
ચિહું દિશિ વર ચામર ઢળે, સુરપતિ સારે છે સેવ, મણિમય કનક સિંહાસને, બેઠા દેવાધિદેવ. અતિ : પેઠે ભામંડળ ઝળહળે, ગાજે દુંદુભિ ગાજ; છત્રત્રયી શિર ઉપરે, મેઘાડંબર સાજ. અતિ પ
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
(ઋષભ જિમુંદા ઋષભ જિમુંદા–એ દેશી.) ધરમ જિનેસર કેસર વરણું, અલસર સરવાંગી શરણ; એ ચિંતામણિ વાંછિત કરણું, ભજ ભગવંત ભુવન ઉદ્ધરણા. ધ૦ ૧ નવલે નૂરે ચઢો રે, જે જિન ભેટે ભાગ્ય અંકરે; પ્રગટ પ્રમાવે પુન્ય પડશે, દારિદ્ય દુ:ખ તેહનાં પ્રભુ ચૂરે. ધ૦ ૨ જે સેવે જિન ચરણ હજીરે, તાસ ઘરે ભરે ધન ભરપૂરે; ગાજે અંબર મંગળ તૂર, અરિયણના ભય ભાંજે દરે. ધ૦ ૩ ગજ ગાજે શભિત સિંઘેરે, જન સહુ ગાજે સુજસ સપરે; ગંજો જાય ન કિણહી કરે, અરતિ થાય ન કાંઈ અણુરે. ધ૦ ૪ જિમ ભજન હોય દાલને કુર, જીપે તે રણ તેજે શરે; મેઘ તણાં જળ નદીય હલૂરે. તિમ તેહને સુર લખમી પૂરે. ધ. ૫
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(સાહિબ બહુ જિનેસર વિનવું-એ દેશી ). સજની, શાંત મહારસ સાગરૂ, સેવ શાંતિ નિણંદ હો; સ, આશ પૂરે સવિ દાસની, વિચરે કાંઈ વિદેશ હૈ. સ. શાં. ૧ સસમતા શું મમતાધરી, સંઘરી રાખી શાંતિ હે, સ. એ પ્રભુ સેવાથી સહી, ભાવઠ ભાં જે ભ્રાંતિ હે સત્ર શાં- ૨