________________
વિભાગ -શ્રી સજઝાંય સંપ્ર. કટકા મુજ પાસેથી હવે જા રહા, મેં છે તુજ નેહ, મહેતે સદા જસ પષતા, તેણે દીધો ઈમ છે. ૧૨ રાયના જણના હાથમાં, સેંપવા લાગ્યું જામ; મહેતે વિમાસે મન્નથું, એ ખલ નીવડયે આમ. ૧૩
: ઢાળ ત્રીજી : (ર છવ! જિનધર્મ કીજીયે–એ દેશી ) ઉતાવળ હવે આવી, પર્વમિત્ર પાસે સંય; વાત તસ સઘલી કહી, મનશું ધરી દુ:ખ રોય. ૧ એહ દુઃખથી અલગે કરે, બંધવ હવે સજજ થાઓ; • રાજા કોપે મુજ પર ચડે, વહેલા વહારે ધાઓ. ૨ મન રાખવા મહેતાતણું, દેતે મુખ સંતોષ તુજ દુઃખ કારણ આવીયું, તે નહિ તારો દોષ ૩ રાતદિવસ રળતો ઘણું, તે આપતે અમ સર્વ રાખતો સહુને રૂડી પરે, શું આણીએ મન ગર્વ. મુજ મન એ દુ:ખ અતિ દહે, તુને દંડે રાજ; ટાળી ન શકું કષ્ટ તાહરૂં, નવિ ટળે મનથી લાજ. ૫ એણે યુગતે મુખે સંતોષીયો, મહેતા પ્રત્યે તેણે નામ; મહેતાતણું પણ તે થકી, સિધ્યું નહિ કે કામ. દેય મિત્રનું કહ્યું પારખું, તે રહ્યો મેલી આશ; ચિંતાસાગરમાંહિ પડયે, મૂકતો મુખ નિસાસ. ૭ જલહીન મીન જિમ ટળવળે, મન નહિ ઠામ લગાર અરતિ ચિત્ત આવી, જિહાં છે મિત્ર હારઃ ૮