________________
૩૭૨
બા જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદ
(૩૨). ઉપશમની સજઝાય. (પ્રભુજી સુખકર સમકિત દીજે—એ દેશી.) ઉપશમ આણે ઉપશમ આણે, ઉપશમ તપમાંહી રાણે રે, વિણ ઉપશમ જિનધર્મ ન શોભે, જિમ જગ નરવર કાણે રે. ઉ૦ ૧ તુરમિણું નયરી કુંભ નરેસર, રાજ કરે તિહાં સૂરે રે, તસ નંદન લલિતાગ મહામતિ, ગુણમણિમંડિત પૂરે રે. ઉ૦ ૨ સુગુરૂતણી વરવાણી શ્રવણે, સુણી સંવેગ ન માયે રે, રાજઋદ્ધિ રમણી સહુ છાંડી, ચારિત્ર નીરે હાયે રે. ઉ૦ ૩ દેશવિદેશે ગુરૂ સંઘાતે, વિહાર કરે મુનિ મોટે રે; સહ પરિષહ દેષ નિવારે, ઋષિ ઉપશમ રસ લેટ રે. ઉ૦ ૪ અન્ય દિવસ તસ સુધા વેદનીય, કરમે ન સહી જાય રે; ઇંદ્ર ચંદ્ર વિદ્યાધર મુનિવર, કર્મ કરે તેમ થાય છે. ઉ. ૫ કૂરઘડો દિન પ્રત્યે લાવે, એષણ દોષ નિવારી રે; કુરગડુ તે માટે કહેવાયા, સંયમ શોભા વધારી રે. ઉ. ૬ દિવસ પજુસણ ગુરૂ આદેશ, હરી કૂર સુસાધુ રે, ચાર શ્રમણ ચઉમાસી તપીયા, દેખાડે નિરાબાધ રે. ઉ. ૭ તે ચારે તસ પાત્રમાં થુંકે, રેશે લવે તું પાપી રે, આજ પજુસણ કાં ન વિમાસે, દુરગતિશું મતિ થાપી રે. ઉ૦ ૮ કુરગડુ સમતા રસમાં ભરીયે, હૈયે વિમાસે રૂડું રે; લૂખો આહાર જાણું તે મુનિવર, ઘી નાખ્યું નવિ કૂડું રે. ઉ૦ ૯ આહાર કરી નિજ આતમ નિંદ, શુકલ ધ્યાન લય લાગી રે; જનધાતી ચલે કર્મ નિવારી, કેવલજ્ઞાની મહાભાગી રે. ઉ૦૧૦