________________
વિભાગ ચોથો-શ્રી સજઝાય સંગ્રહ.
૩૪૯
એક આસન્ન એક દરે જાય, સરખા જીવ તે અંતર કાંય; જીવ પદારથ ઈમ નહિ સહી, ગુરૂ કહે સુણ રાજન! ગહગહી ૧૧ તન ઉપકરણ સવિ જુના થયા, સરીખા જીવ તે કરમે ગ્રહ્યા; વલી કહે એક દિન ચોર ઝાલીયો, તુલારોપ કરી ઉતારી. ૧૨ હિંસી તે સરખે થયો, જીવ અજીવ અધિકે નવિ લહ્યો; ગુરૂ કહે દડે વાયે ભર્યો, ઠાલે તે સમ ઉતર્યો. ૧૩ તિમ એ જીવ ગુરૂલઘુ નહિ હોય, વલી રાજા જંપે ગુરૂ જોય; ચાર ઝાલી જે વધ કરી, ખંડ ખંડ કરી ફરી ફરી. ૧૪ નવિ લાળે તે જીવ સુજાણ, કી નિશ્ચયમેં જીવ અઠાણ; ગણધર કહે અરણી પાષાણુ, તેહમાં અગ્નિ અછે નૃપ જાણું. ૧૫ નવિ દીસે તે બાહિર સહી, જીવ છે. પણ દીસે નહિ, જપે ભૂપતિ ઘટ પટ થંભ, દીસે છે પણ જીવ અચભ. ૧૬ કાં નજરે નાવે તે જીવ, તે પણ મુઝ મન સંશય અતીવ; આચારજ કહે સાંભળ ભૂ૫, તરૂ હાલે છે વાય સરૂપ. ૧૭ તરૂ દીસે નવિ દીસે વાય, એમ સ્વરૂપે જીવ કહેવાય? કહે નરપતિ કુંજર કુંથુંઆ, સરખા જીવતો કાં જુજુઆ. ૧૮ એક મેટો એક લઘુતર હાય, એ સંશય મુજ હિયડે જોય; ગણધર કહે દીવો ઘરમાંહી, અજુઆળું કરે સઘલે ત્યાંહ. ૧૯ કંડકમાં મે તવ તિહાં, અજુવાળું વ્યાપે વલી જિહાં; તિમ એ જીવ તનુ વ્યાપી રહ્ય, ગુરૂ લઘુ કાયાએ તિમ લહ્યો. ૨૦ દશમે પ્રશ્ન કરે નૃ૫ વલી, સાંભળે ગણનાયક મન રૂલી; પેઢી ગત કિમ મુકુ ધર્મ, હાય લાજ મુજ માન મર્મ. ૨૧ ગુરૂ કહે વ્યાપારી જિમ કેય, વ્યાપારે પાંચે તું જોય, લેહ ખાણ દેખી તે ભરે, વલી તિહાંથી આગે સંરે, ૧૨