________________
વિભાગ ત્રીજે-શ્રી ચૈત્યવંદને રતુતિ સંગ્રહ.
(શંખેશ્વર પાસ પૂછએ-એ દેશી.) નેમીશ્વર નાથ સદા નમીયે, મહામહ રિપબળને દમીએ પરભાવ રમણતા સવિ ગમીયે, નિજ આતમ તત્વ સદા રમીયે. ૧ રાતા ધળા દે જિનવરા, નીલા કાલા દો સુખકરા; સોવન વાને સોળ વરા, ચોવીસે વંદુ દુઃખહરા. ૨ સમવસરણ ચઉવિહ સુર કરે, ચઉ મુખે પ્રભુજી ઉચ્ચરે; તે વાણી નિજ હૃદયે ધરે, શાશ્વત લીલા સહેજે વરે. ૩ અંબાદેવી જન સુખકરી, સહકાર લુંબી નિજ કર ધરી પ્રભુ નેમચરણ સેવા કરે, સમકિતદષ્ટિનાં વિદન હરે. ૪
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તુતિ.
(શંખેશ્વર પાસજી પૂજીએ—એ દેશી ) શંખેશ્વર પાર્શ્વ જુહારીયે.
સવિ જિન આણુ શેર ધારીયે, જિનવાણી સુણ અઘ હારીયે.
પદ્માવતી વિધન વિદારીયે. ૧
(શંખેશ્વર પાસ પૂજીએ—એ દેશી.) ખેસર પાસ જિનેરૂ, મનવાંછિત પૂરણ સુરત; તુમે દેજે દરિસણ વારવાર, મુજ મન ઉમાહો એહ અપાર. ૧
વીશે જિનવર ભેટીયે, ભવસંચિત દુષ્કૃત મેટીયે, તમે કૃપા કરી ચિત્ત અતિ ઘણી, પકવી ઘો સ્વામી આપણી, ૨