________________
સારભૂત અર્થને સાધવાને માટે ધર્મમા લક્ષ્મીને સદ્વ્યય પણ કરવા લાગ્યાં. વિ. સં. ૧૯૯૮ માં તેમણે જામનગરમાં વિરાજતા પંન્યાસ શ્રી માનવિજયજી ગણિવરની નિશ્રામાં શ્રી ઉપધાન તપ કરવાનો અને કરાવવાનો લાભ લીધો તેમજ દેશવિરતિપણાને પણ સ્વીકાર કર્યો.
તે પછી, મુંબઈ પાછા આવ્યા બાદ, વિ. સં. ૧૯૯૯ માં વોરા ઉમેદલાલનું હદય અચાનક બંધ પડી જતાં તેમનું દેહાવસાન થયું. તેમનાં ધર્મપત્નિ તો તે વખતે જામનગર હતાં. સંસારના સાથીપણામાંથી ધર્મના સાથીપણાને પણ આપનારા પિતાના પતિનું દેહાવસાન થતાં, ગં. સ્વ. હેમકેરબાઈને જે આઘાત લાગ્યો, તે અઘાતે તેમના વૈરાગ્યભાવને પ્રબળ બનાવ્યો. પોતાના પુણ્યશાલી પતિની લક્ષ્મીનો વ્યય કરીને તેમણે ભાગવતી દીક્ષા લેવાને નિર્ણય કર્યો.
ગં. સ્વ હેમકેરબેને જામનગરની નજદિકના અલીયાબાડા ગામમાં શ્રી જિનમંદિર નહિ હોવાથી, ત્યાં પોતાના ખર્ચે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૦૦ માં કરાવી. તે વખતે લગભગ ૫૦૦૦ ભાઈ-બહેનો એકઠાં થયેલાં. આઠ દિવસને ભવ્ય ઉત્સવ ઉજવા, તેને સઘળોય ખર્ચ તેમણે આપે.
પરમ તારક શ્રી સિદ્ધગિરિજી ઉપર પરમહંત શ્રી કુમારપાલ મહારાજાએ બંધાવેલા જિનાલયમાં ગોખમાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા પણ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહરાજાને વરદ હસ્તે ગં. સ્વ. હેમકેરબેને કરાવી.