________________
વિ. સં. ૧૯૫૪માં વોરા ઉમેદલાલને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શ્રી કાલિદાસ વોરા અને તેમનાં માતાનું નામ સાકરબાઈ. તેઓ જામનગરના વતની હતા. વારા ઉમેદલાલ સાત વર્ષની વયના થયા, ત્યાં તે તેમના પિતાશ્રીનું દેહાવસાન થયું. નાનપણમાં થોડું ઘણું શિક્ષણ મેળવીને તેઓ અર્થોપાર્જનના વ્યવસાયમાં પડયા; કારણકે તેમના ઘરની આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ હતી અને કઈ કમાનાર ન હતું.
વેરા ઉમેદલાલે જામનગરથી મુંબઈ જઈ નેકરી કરવા માંડી. તેમની નિમકહલાલીથી તે આગળ વધતા ગયા. કમે કરીને તેમણે પોતાનો સ્વતન્ત્ર ધંધો શરૂ કર્યો અને તેમાં તેમને સારી સફળતા મળી તેઓની સમૃદ્ધિ દિવસે દિવસે વધવા લાગી.
ગ્ય વયે તેમનાં લગ્ન થયાં. તેમનાં ધર્મપત્નીનું નામ હેમકેરબાઈ. એ બન્ને વચ્ચે સારે મેળ હોવા ઉપરાન્ત તેઓ પરસ્પર ધર્મ સહાયક બન્યાં. વેરા ઉમેદલાલની સરલતા અને ઉદારતા ધ્યાન ખેંચે તેવી હતી.
પૂસકલાગમરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વ. આચાર્ય દેવ શ્રીમદ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા, પિતાના પટ્ટધર પ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના પટ્ટધર ૫. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિરાજે સાથે મુંબઈ પધારતાં, આ દમ્પતિએ પણ ધર્મશ્રવણ આદિનો લાભ લીધેલ અને એથી તેમની ધર્મશ્રદ્ધા સુંદર વિકાસને પામેલી.
વેરા ઉમેદલાલ અને સૌ હેમકેરબાઈ ધીમે ધીમે વ્રતનિયમાદિમાં જેમ આગળ વધવા લાગ્યાં, તેમ નિ:સાર લમીથી