________________
૧૦
શ્રી જૈન સ્તવનાદિ કાવ્ય
છે.
દેય સિદ્ધ સ્વરૂપી અરૂપી, અજ અવિનાશી ને અનુપી; સજજન સમરો મન ગૂપી, શુચિ તન વચ વસ્ત્રને ધૂપી. મ. ૯ શ્રીરાજનગર ગુણ ભરીયા, મુઝને વીર ગૌતમ મલીયા; મનમંદિર સુરતરૂ ફલીયા, ગઈ ભાવઠ શુભ દિન વલીયા. મ૧૦ મહાવીરની પ્રતિમા દેખી, ગુણ મેં જિન તુલ્ય વેખી; દુમતિ જેણે ઉવેખી, તે જાણે જિનમત શ્રેષી. મ૦ ૧૧ શ્રાદ્ધવિધિ સૂત્રે દષ્ટ, કપિલાખ્યજ કેવલી ઈષ્ટ; તેણે કીધી બિબ પ્રતિષ્ઠા, કુમતિના મદ ઉત્કૃષ્ટ. મ. ૧૨ ધૃત ચિત્તે ધ્યાનજ ધરજે, સોલ પ્રહરે પિસહ વરજે; શુભવીરને નામે તરજે, ઈમ ભાવ દીવાલી કરજે. મ. ૧૩
કલશ ઈમ જ્ઞાતનંદન વજવંદન, અહં અરિહા વિનવ્યા, મુનિ બાણ ગજ હિમાંશુ૧૮૫૭)વસે વીર શિવ દિન સસ્તવ્યા સૂરિસિંહ શિષ્ય મુર્શિદ સત્યવિજય કપૂર ખિમાગરો, જસવિજય શ્રી શુભવિજય સેવક વીરવિજય જયક. ૧
[ શ્રી મહાવીરસ્વામી જિન પંચકલ્યાણક સ્તવન સંપૂર્ણ.]
-<<
>>