________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. ભાવતા દીજે પુન્ય, કીજે, કાજ સીઝે લેકના, ચોસઠ ઇંદ્ર આવી મલ્યા તિહાં, દીક્ષા મહોત્સવ નાથના; આઠ સહસ ચોસઠ કળશે, હવણ જિનને કીજીએ, સમકિત ધારી સુરનરા તે, ભકિત લ્હાવો લીજીયે. ૨-૧૦
વણારસીરે, નગરીએ મહોત્સવ અતિ ઘણ, મળ્યા સુરનરરે, પાર ન જાણું તેહ તણા; રાજલક્ષમીરે, અંતેઉર સહુ પરિહરે,
સંયમશ્રીરે, ત્રણસેં કુમાર સાથે વરે. ૩-૧૧ ધરીય સંજમ મેહભંજન, કર્મ આઠે ખળભળે, દિવસ ત્યાસી તપ અભ્યાસી, કેવલજ્ઞાને ઝળહળે; ત્રિતું જ્ઞાન ધારક સુરપતિ આવે, ગાયે વાયે રણઝણું, દેવ કડાકડ લેખે, કરે ભક્તિ સ્વામી તણી. ૪-૧૨
યણ ભૂમિરે, કચવર સઘળો ટાલીયે, ગંધદકેરે, છાંટી ભવ અજુઆલીયે; જલ થલનારે, ફૂલપગર તિહાં પૂરીયે, કૃષ્ણગરે, ધૂપ ભલા ઉખેવીયે,
૬-૧૩ થાપી વનમય સિંહાસન, બેઠા પાસ જિન શોભતા, ત્રણ છત્ર શિર ઉપર સોહે, ચામર ઢાળે દેવતા; નરવર આવે વાંદવા, કે પૂજવા ભાવે કરી, અંગ ચોથે ઘણી રચના, જેજે મતિ સુધી કરી. ૬-૧૪
જિન જીવતાંરે, જિનની પૂજા ઈમ કરે, તે શ્રાવકરે, દેવપૂજા કેમ પરિહરે, શ્રી વીરનારે, માતપિતા પૂજા કરે, કલ્પસૂત્રેરે, જેજે જન મન વિસ્તરે