________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
કેડી મન કામના સુજશ બહુ કામના,સુખ સવિ ધામના આજ સાધ્યા; મંગલમાલિકા આજ દીપાલિકા, મુજ મનમંદિરે મોદ વાધ્યા.
ભીડભંજન૪ પાઠકે ઠાઠમેં કાતિ વદી આઠમે, સત્તર અટ્ટોત્તરે પાસ ગાયે; ઉદયનિજ દાસની એહ અરદાસ સુણો હિત ધરીનાથજી! હાથ સાહે.
ભીડભંજન, ૫ (૨૨) શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિન સ્તવન, | (જગપતિ, નાયક નેમિજિર્ણદ–એ દેશી) પ્રભુજી પાસ પંચાસર દેવ, દેવસયલમાં દીપક પ્રભુજી ગ્રહગણ ચંદની કડી, સહસ કિરણ પર છપતો. ૧ પ્ર. ધર્મધ્વજા ધર્મચક, આકાશે વહે દેવતા; પ્ર. અણહુતે એક કેડી, ચાર નિકાયના સેવતા. ૨ પ્ર. દેવ કરે છંટકાવ, સુરભિ જલે મહામંડલે; પ્ર. કનક કમલ ઠવે પાય, અતિશય મહિમા કેણુ કલે? ૩ પ્ર. વાધે ન નખ ને કેશ, ગયણે ગાજે દુંદુભિ; પ્ર૦ જાનુ પ્રમાણે વૃષ્ટિ, પંચવરણ કુલ સુરભિ. ૪ પ્રકાંટા ઉંધા થાય, વૃક્ષ નમે સુવિચક્ષણા; પ્ર. પવન છ હતુ અનુકુળ, પંખી દીયે સુપ્રદક્ષિણ. ૫ પ્ર. રૂખ કનક મણિ વપ્ર, રત્ન સિંહાસન ઉપરે; પ્ર) બેસી અશકની છાંય, છત્ર ચામર સુરવર ધરે. ૬ પ્ર. ચઉમુખ ચઉવિધ ધર્મ, ભાંખે ચઉ ગતિ વારવા; પ્ર. અક્ષય લીલ અનંત, અનુભવ સંપદ આપવા. ૭ પ્ર. વરસે દેશનાધાર, સજલ જલદ સમ દેહડી; પ્ર. ભાવિક હૃદય આરામ, પાન્હવે સમકિત વેલડી. ૮