________________
૧૬૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સં.
શ્રી ગેડી પાર્શ્વનાથ જિન સ્તવને (૩)
(રાજગૃહી નગરીને વાસી–એ દેશી.) જય ગેડી પાસજિર્ણોદા,પ્રણમેસુર નર નાગિંદા રેજિનીઅરજ સુણે શરણાગત સેવક પાળે, જગતારક બિરૂદ સંભાળો રે. જિનજી-૧ તુમ સરખે અવર દીખા, જઈ કીજે તેહશું દાવ રે, જિનજીક વસુધાને તાપ શમાવે, કુણ જલધર વિણ વનદોવે રેજિનજી૦૨ નિરગુણ પણ ચરણે વળગ્યા, કિમ સર કીધા અળગા રે, જિનજી પત્થર પણ તીરથે સંગે, જૂઓ તરતા નીર તરંગ રે. જિનજી૦૩ લીંબાદિક ચંદન થાય, લહી મલયાચલનો વાય રે, જિનજીક પામી પારસ સંયોગ, લેહ કંચન જાતિ અભેગ રે. જિન૦૪ ચેતન પરિણામિક ભવ્ય, તુહ દરશન ફરશન ભવ્ય રે, જિનજી જ્ઞાન ગેરસ ચરણ જમાવે, જિનવિજય પરમપદ પારે. જિનજી૦૫
' (૧૯)
(મેરે સાહિબ તુમહી હે–એ દેશી.) પ્રભુશ્રી ગેડીચા પાસજી, આશ પૂરે કૃપાલ; જગમાંહે જાણે સહુ, તુમ હે દીન દયાલ. પ્ર. ૧ બિરૂદ ગરીબ નિવાજનું, અશરણ આધાર; પતિત પાવન પરમેસરૂ, સેવક સાધાર. પ્ર. ૨ ભૂત પ્રેત પડે નહિ, ધરતાં તુમ ધ્યાન, ગયેવરના અસ્વારને, કહો કિમ અડે શ્વાન. પ્ર. ૩ એક્તારી તુમ ઉપરે, દઢ સમક્તિ ધારી, ભક્તવલ ભગવંતજી, કરે ભવજલ પારી. મ. ૪