________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
અંતરજામી સ્વામી સેંતી, પ્રીત જમે રે. શંખે વચમાં આવી છે તે શું, રીસ ધમે રે. શંખે સુરતરૂની છાયા છેડી તાવડે, કુણ ભમે રે. શંખે ખીર ખાંડ ધૃત પામી કુકસ, કાણું જમે રે. શંખે. ખિમાવિજય જિન ગેહ, મંગલગીતધુમે રે. શંખે
(૧૪) (જગપતિ નાયક નેમિ જિદ–એ દેશી.) જિનવર! તૂહી દેવાધિદેવ, વાંછિત પૂરણ સુરતરૂ, જિનવર! તન્મય શુદ્ધ સ્વભાવ, આરાધ્યા સવિ અઘહરૂ. જિન-૧ જિનવર ! અનંત અચલ અવિકાર, અજર અભયપદ અનુસરે; જિનવર! રાગાદિ રિપુ કંતાર, વીતરાગ અભિધા ધરે. જિન૦૨ જિનવર! પૂરણ પ્રભુતાવંત, કંત હુએ શિવવધૂ તણો; જિનવર ! આદિ અનંત જસવાસ, જ્યોતિ ઝલમલ સુખ ઘણે જિન૦૩ જિનવર! નામ ઠવણ દ્રવ્ય ભાવ, અધ્યાતમ ગુણથી લહે; જિનવર! આકૃતિ અતિ નિર્વિકાર, ધ્યાતા ભેદજ્ઞાન ગ્રહે. જિન૦૪ જિનવર! પાશ રહિત જિન પાસ, તારક પ્રભુ ત્રેવીશમે; જિનવર! શંખેશ્વર શિરદાર, ધાંગધવળ મુજ મન રમે. જિન૦૫ જિનવર! મહેર કરી મહારાજ, ઘો દરિશણ સેવક ભણી; જિનવર! અષ્ટાદશ પચવીશ, શુકલ તૃતીયા મૃગશિર તણી. જિન-૬ જિનવર! ભક્તવત્સલ ભગવંત, સ્તવના ગુણરચના કરી; જિનવર! લક્ષ્મીવિજય સુશિષ્ય, જ્ઞાનવિજય જયશ્રી વરી. જિન૦૭
(૧૫) (ગિરૂઆરે ગુણ તુમ તણ–એ દેશી.) પાસ પ્રભુ શંખેશ્વરા, મુજ દરિસણ વેગે દીજે રે, તુજ સિરણ મુજ વાલહું, જાણું અહનિશ સેવા કીજે રે. પા૦૧