________________
વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
(મોહ મહીપતિ મહેલમેં બેઠે—એ રશી.) શાંતિકરણ શ્રી શાંતિ પ્રભુકી, નીકી બની અબ કાંતિ; લલના દેખત રંગ ભયે રોમ રોમે, ફૂલ્યો સહજ વસંત; રંગીલે કેસર મહામહે હો, અહો મેરે લલના;
અરચિત પ્રભુજીકે અંગ. ૨૦ ૧ વનરાજી ગુણરાજી મોરી, રૂચિ મંજરી વિકસંત; લલના વિરતિ દશા સે કલિ અબ નીલી, દાયક શિવફલ સંત. ૨૦ ૨ શ્રી જિનપદ પંકજ મધુમાલી, ગુંજત શુભમન ભુંગ; લલના પંચમ રાગ ભયો હે નીકે, સુમતિ વધૂ રસ રંગ. ૨૦, ૩ જિનવાણી અમૃત ધ્વનિ માદલ, બાજત તાલ કંસાલ લલના ભાવ કિયા એ અપૂરવ નાટક, નિરખે શુદ્ધ ચેતન ખ્યાલ. ૨૦ ૪ ભરી ભરી ભાવનકી પીચકારી, શાંતરસે ભરપૂર, લલના છાંટત સમતા નારી સુહાન, તાપ દશા ગઈ દૂર. ૨૦ ૫ એહ વસંત વસંતમેં ગાવત, શાંતિ પ્રભુ ગુણ રીઝ; લલના સમક્તિવંત શુદ્ધાતમ પ્યારે, ભેદ રહિત ભઈ મેજ. ૨૦ ૬ ધ્યાન અબીર ગુલાલ સુગધે, લાલ બને અબ લાલ લલના વાચક રામ પ્રભુ કરૂણાર્થે, પાયો નિજ ગુણ માલ. ૨૦ ૭
(ઋષભ જિમુંદા ઋષભ જિમુંદા–એ રશી.) તુમ દેખત અમ આશ ફલીરી, પ્રભુજી પરમ દયાલ ભમતા ભવ અન્ય દેવ કહા, ઈશ્વરને હરિ બાલ હરીરી. તુમ ૧ ઇતને દિન અમ તાકી નોકરી, ફરતે મિચ્છાપૂર; અબ તુમ શરણ લીયે મેં તાર્ક, લેત લચ્છન દૂર કરીરી. તુમ૨