________________
૧૧૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
નય રચના મણિ માણેક ઓપે, ભક્તિ શક્તિ નવિ ગેપે રે શિવ અનુભવ દીપક જયેત આરોપે, પાપ તિમિર સવિ લેપે . શિવ૦૫ મુજ મનમંદિર સાહિબ આયા, સેવક બહુ સુખ પાયા રે શિવ૦ ભગતે રીઝે ત્રિભુવન રાયા, ન્યાયસાગર ગુણ ગાયા રે. શિવ૦ ૬
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવને.
(વિમલાચલ નિતુ વંદીયે–એ દેશી.), વિમલ વિમલ ગુણ મન વયે, કેઈ અનુભવ ટાણે સંગમ સુરતરૂ રોપીયે, સમકિતને થાણે. વિ૦ ૧ ચઉદિશે વિચે શાખા બની, પંચમહાવ્રત કેરી; દશવિધ ધર્મ મુણિંદને, પ્રતિશાખા ભરી. વિ. ૨ પંચાચાર સુકલડાં, શુભ રૂચિ મહમહકે; પત્ર તે પચવીશ ભાવના, કુંપલ તપ લહકે. વિ. ૩ કરૂણા છાયા દશરિશિ, ભવ તાપ શમાવે; વાડી દશ વ્યવહારની; અવિરલ દઢ ભાવે. વિ. ૪ મેહ મરકટને મારવા, જ્ઞાન ગફણ લીજે; કામ કોધાદિક શુકરા, પસણ નવિ દીજે. વિ. ૫ ધ્યાન સુધારસ સિંચતાં, શિવસુખ ફળ આપે, ક્ષમાવિજય ગુરૂ સાનિધ્ય, જિન કરતિ વ્યાપે. વિ. ૬
( પુખલવઈ વિજયે જો રે—એ દેશી.) ઘર આંગણ સુરતરૂ ફલ્યોજી, કવણ કનફલ ખાય ? ગયવર બાંધો બારણે છે, ખર કિમ આવે દાય?
વિમલ જિન ! માહરે તુમશું પ્રેમ. ૧