________________
- તથા સVG
આ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં પૂ.શ્રી હરિભદ્રસૂરી મ.સા. એ રચ્યો છે. તેમજ પૂ. જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય પૂ. હરિભદ્રસૂરિ મ.(બીજા)એ વિ.સં. ૧૧૭૨માં પ્રાકૃતમાં “મુણિવઈ ચરિય” લખેલ. ચન્દ્રગચ્છના જંબૂનાગ મુનિએ વિ. સં. ૧૦૨૫માં પ્રાકૃત ઉપરથી ગદ્ય અને પદ્યમાં મુનિપતિ ચરિત્રની રચના કરી છે. આ. વિ. દેવગુપ્ત સૂરિ મ.ના શિષ્ય સિંહકુશલમુનિએ વિ.સં. ૧૫૫૦માં મુનિપતિ રાજર્ષિ ચોપાઈ રચી છે. આમાંથી ઘણી કથાઓ ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ ઈત્યાદિમાં જોવા મળે છે.
મુનિપતિ ચરિત્ર પ્રાકૃત પ્રબંધ લોભ કલ્પદ્રુમના આધારે વિ.સં. ૧૯૫૮ ચૈત્રી પૂનમ મંગળવારે સિદ્ધક્ષેત્રમાં પૂ. મુ. શ્રી ધર્મવિજય મહારાજના શિષ્ય મુનિશ્રી રત્નવિજય મહારાજે ચાર ઉલ્લાસમાં ૬૩ ઢાળમાં લગભગ ૧૫૦૦ શ્લોકપ્રમાણ મુનિપતિ રાસની રચના કરેલ. તેમાં બે-ત્રણ નવી કથાઓ પણ જોવા મળે છે. જે કથાઓ આ સંસ્કૃત ગદ્ય ચરિત્રમા જોવા મળતી નથી. ( આમાં મેતાર્ય મુનિની કથામાં પ્રચલિત વાત કરતાં કાંઈક અલગ જ વાત બતાવી છે. તે નમુચિની કથામાં ચક્રવર્તીને વચનબદ્ધ કરતાં કાર્તિકમાસ પર્યન્ત રાજ્યની માંગણી ઈત્યાદિ વાતો ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર કરતાં ભિન્ન પડે છે. જો કે ચરિતાનુયોગમાં ભિન્નતા દેખી વ્યામોહમાં ન પડવું પણ તેમાંથી સારગ્રહણ કરી સ્વાત્મહિત કેમ થાય તે જ વિચારવું હિતકર છે.”
ગુણાનુરાગિમુનિભગવંતઃ
- )
છે
)