________________
જ જાહe is Yes
5. ૯
મુનિપતિરાજર્ષિરાસ સાધુહંસ-૨
૨.ઇ. ૧૪૯૪ મુનિપતિરાજર્ષિ રાસ ઉદયરત્ન વાચક ૨.ઇ. ૧૭૦૫ = ૦). મુનિપતિરાજર્ષિ રાસ ગજવિજય
૨.ઇ. ૧૭૨૫ | વિ.સં. ૨૦૬૬માં મુનિશ્રી જયાનંદવિજય સંપાદિત ગદ્ય સંસ્કૃત ચરિત્રની પ્રસ્તાવનામાં એક ગુણાનુરાગી મુનિભગવંતનું લખાણ આપવામાં આવ્યું છે. તેમાંથી ઉપયોગી વિગતો આ પ્રમાણે છે.
રાજર્ષિ ક્યા સમયમાં થયા તે સ્પષ્ટ જણાતું નથી પણ પોતે જ કહેલી કઠ શ્રેષ્ઠિ-સાગરદત્તરાજાની કથામાં વારાણસીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની જીવિતસ્વામી મૂર્તિ પ્રાસાદમાં બિરાજમાન છે તે જણાવ્યું. તેના ઉપરથી શ્રી પાર્શ્વનાથપ્રભુ પછી થયા હોય તેમ જણાય છે. અને સાથે શ્રેણિક રાજાની કથા. ધૃતપુષ્ય વસ્ત્રપુષ્ય મુનિ કથાઓ જોતા શ્રી આર્યરક્ષિતસૂરી પછી થયા હશે એમ જણાય છે. તત્ત્વ તો કેવલીગમ્યું.
આ કથાગ્રંથની શૈલી પરિશિષ્ટપર્વમાં બતાવેલ જંબુસ્વામીની કથા શૈલી જેવી જણાય છે. જેમ વૈરાગ્ય પામેલા જંબુસ્વામીને જ્યારે લગ્ન કરવા પડેલ તે વખતે પોતે પોતાની આઠ પત્નીઓને વૈરાગ્ય સભર કથાઓ કહે છે. તો સામાપક્ષે રાગી એવી આઠે પત્નીઓ પણ રાગમૂલક પ્રતિ કથાઓ કહે છે. તેવી રોચક શૈલી આમાં અપનાવવામાં આવી છે. - જંબૂનાગ કવિનું પદ્યબદ્ધ મુનિપતિ ચરિત્ર અમદાવાદના વકિલ કેશવલાલ ઉમેદચંદ છપાવેલ આ. મુનિશ્રી જયાનંદવિ.મ.ની પ્રેરણાથી પ્રકાશિત ચરિત્ર સંસ્કૃત ગદ્યમાં છે વિ.સં. ૧૯૬૮માં જામનગરના હીરાલાલ હંસરાજે પ્રકાશિત કરેલ, ત્યારબાદ વિ.સં. ૨૦૩૨માં પં. રત્નાકર વિ.મ.ના સંપાદન દ્વારા અજિતનાથ જૈન છાત્રાવાસ-મજોરા તરફથી પ્રકાશિત થયેલ આ ત્રીજી આવૃત્તિપ્રકાશિત થઈ રહી છે.
આનું ગુજરાતી ભાષાંતર વિ.સં. ૧૯૯૪માં જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલ પરંતુ સંપૂર્ણ ભાષાંતર ન હતું. ભાષાંતરસાર તેને કહી શકાય તે પછી વિ.સં. ૨૦૪૧માં આજ ગ્રંથનું ભાષાંતર નિર્દોષમુનિ એ નામે પુસ્તક મુ. શિવસાગરજી મ.એ સંપાદિત કરી બહાર પડેલ અને વિ.સં. ૨૦૪૩માં મુનિપતિ ચરિત્ર ભાષાંતર નામે પૂ.આ.શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા.એ જામનગરથી બહાર પાડેલ.
RC, STD 1