________________
ભારતીય પાઠ-સમીક્ષા
યાંત્રિક (અનૈચ્છિક) ક્ષતિઓને દૂર કરી શુદ્ધ કરેલા પાઠને કાટખૂણ
કૌંસ 0માં મૂકવો. (૪) દોષયુક્ત સ્થાનિક વિકૃતિઓ (અશુદ્ધિઓ) ખંજરના ચિહ્ન દ્વારા
દર્શાવવી. અહીં દર્શાવેલ <> અને બેવડા કાટખૂણ કૌંસ [0] એ બે ચિહ્નો વચ્ચેનો ભેદ મહત્વપૂર્ણ છે. પ્રથમ ચિહ્ન દર્શાવે છે કે લુખાંશ (acuna) અથવા અશુદ્ધિની પૂર્તિ અનુમાનને આધારે કરવામાં આવી છે. તથા બીજું ચિહ્ન (કાટખૂણ કૌંસો) જ્યારે પાઠનો અશુદ્ધ અંશ પૂર્વાપર સંદર્ભ દ્વારા પ્રમાણિત થતો હોય અને તેને દૂર કરવામાં આવે ત્યારે પ્રયોજાય છે. જયારે પરંપરા આદર્શપ્રતમાં અશુદ્ધિ હોવાનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરતી હોય ત્યારે પણ આ ચિહ્નોનો પ્રયોગ થતો જોવા મળે છે. એડગરટન તેમના Pancatantra Reconstructed' માં જે પાક્યાંશની બાબતમાં તે શબ્દશઃ મૂળમાં હોવા વિષે શંકા હોય તેમને માટે ત્રાંસા અક્ષરો(italics)નો પ્રયોગ કરે છે, તથા જે પાક્યાંશ સામાન્ય દૃષ્ટિએ પણ મૂળમાં ન હોવાની સંબાવના હોય તેને કૌંસ () માં મૂકે છે સુકથનકર મૂળમાં હોવાનું નિશ્ચિત ન હોય એવા પાઠની નીચે તરંગાકૃતિ રેખા -નો પ્રયોગ કરે છે, અને અનુમાનાત્મક સંશોધન માટે ફુદડી * વાપરે છે..
એ એક હકીકત છે કે ગ્રંથનું પાઠનિર્ધારણ તેની પ્રત્યેક વાચનાનાં બધાં જ રૂપાંતરો (versions) નાં પ્રમાણોને આધારે થતું હોય છે. અને દરેક કિસ્સામાં તેને સંભાવના દ્વારા પુષ્ટિ મળવી જોઈએ. આથી હસ્તપ્રતોમાંનાં સઘળાં મહત્ત્વપૂર્ણ વિચલનો (અર્થાત્ પાઠાંતરો) સમીક્ષાત્મક સામગ્રી (critical apparatus) માં નોંધવાનાં રહે છે, જેથી કરીને પ્રત્યેક મર્મજ્ઞ (સમીક્ષક) વાંચક પાસે સમસ્ત સામગ્રી ઉપલબ્ધ બને, જેને આધારે તે પોતે પણ, જરૂર પડે તો નિર્ધારિત કરેલા પાઠનું નિયમન અને સંશોધન કરી શકે. પાઠનિર્ધારણ એ ન્યાયાલયમાં પક્ષ અને વિપક્ષમાં પ્રસ્તુત કરવામાં આવેલાં સર્વ પ્રમાણોને આધારે ન્યાયાધીશે લીધેલા નિર્ણય જેવું છે. પરંતુ જેમ જુદા જુદા ન્યાયાધીશો પ્રસ્તુત થયેલાં નોંધાયેલાં સાક્યો-પ્રમાણો-નું જુદી જુદી રીતે અર્થઘટન કરે એ સંભવિત છે, તે જ રીતે અહીં પણ એવા મર્મજ્ઞ વાચકો હોઈ શકે, જે કદાચ સંપાદક જેટલી જ ક્ષમતા ધરાવતા હોય, પરંતુ જેમને સમીક્ષાત્મક સંસ્કરણ માટેનાં સર્વ સાક્ષ્ય એકત્રિત કરવાની તક પ્રાપ્ત થઈ નથી, અને જે સંપાદકે નિર્ધારિત કરેલા પાઠો સાથે સંમત પણ થાય અથવા અસંમત પણ થાય. સમીક્ષાત્મક સંપાદન ખાસ કરીને તો આવા અધિકારી વાચક વર્ગને ઉદ્દેશીને તૈયાર થતું હોવાથી સંપાદકની એ ફરજ થઈ પડે છે કે તેણે પાડ્યગ્રંથની સાથે જોડેલી સમીક્ષાત્મક નોંધમાં હસ્તપ્રતોમાંનાં સર્વ મહત્ત્વપૂર્ણ વિચલનો (પાઠાંતરો)ની નોંધ કરવી. આમ, પાઠની નીચે ક્રમબદ્ધ રીતે નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: