________________
પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો
રૂપાતરોમાં કોઈ વિધેયાત્મક(નિશ્ચયાત્મક) સામ્યનો અભાવ હોય તો આ ધારણાઓને વધુ પુષ્ટિ મળે છે.
હસ્તપ્રતોના ગૌણ પારસ્પરિક સંબંધને હસ્તપ્રતોના પાઠ-સંમિશ્રણ(conflation)થી. જુદો પાડવાનો છે. પ્રથમ (અર્થાત્ ગૌણ પારસ્પરિક સંબંધ)અમુક ઉપમૂલાદર્શમાંથી હસ્તપ્રતોનું પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે (અર્થાત્ જેટલા ભાગમાં તે ગૌણ સંબંધ સ્થાપિત થતો હોય તેટલા ભાગ પૂરતું) એકરૂપ અવતરણ દર્શાવે છે; જ્યારે બીજું (અર્થાત પાઠસંમિશ્રણ) આ સ્વતંત્ર પરંપરાઓના વિભિન્ન પ્રવાહોનું અવ્યવસ્થિત મિશ્રણ દર્શાવે છે.' આવાં આંતર-મિશ્રણમાં ગૌણ લાક્ષણિકતાઓ – એટલે કે મૂલાદર્શના પાઠની દૃષ્ટિએ 'મૌલિક ન હોય તેવાં તત્ત્વો - નો પણ સમાવેશ થઈ શકે. પરિણામે જ્યારે બે સ્વતંત્ર સંચરણ પરંપરાઓ (lines of transmission) વચ્ચે સંમિશ્રણ થાય ત્યારે આવાં ગૌણ તત્ત્વો પણ સંમિશ્રણમાં પ્રવેશી જવાની સંભાવના રહે છે. આથી સંપાદકે એવા સવિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા રહે છે, જેથી સમીક્ષાત્મક સંસ્કરણ અર્થાત્ અધિકૃત વાચના શુદ્ધ કે મિશ્ર પરંપરાઓમાંની ગૌણ સમાનતાઓથી વેગળી રહે અને તેમાં કેવળ “મૌલિક સમાનતાઓ જ પ્રવેશ પામે.
પાઠ્યગ્રંથનાં વિભિન્ન રૂપાંતરોનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સંપૂર્ણ રીતે સચવાયેલાં રૂપાંતરોના વિસ્તાર – મર્યાદાની બાબતમાં ઘણીવાર તફાવત જોવા મળે છે; એમાંનું એક સૌથી નાનું હોય છે તો એક સૌથી મોટું હોય છે. આ બે આત્યંતિક (extreme) રૂપાંતરો વચ્ચે કેટલાંક નાનાં મોટાં અંતર્વર્તી રૂપાંતરો હોય છે. ટૂંકા રૂપાંતરને સામાન્યતઃ “સંક્ષિપ્ત વાચના' (textus simplicior) કહે છે; જ્યારે લાંબા રૂપાંતરને “વિસ્તૃત વાચના' (textus ormatior) કહે છે. પાઠ-સમીક્ષાનો એક સામાન્ય સ્વીકૃત નિયમ એવો છે કે વિસ્તૃત રૂપાંતરોને પાછળનાં માનવાં અને સંક્ષિપ્ત રૂપાંતરોને પ્રાચીન જાણવાં. પરંતુ પાઠ-સમીક્ષાના અન્ય સિદ્ધાંતોની જેમ આને પણ વધુ પડતું મહત્ત્વ આપવું જોઈએ નહીં. એને અવિચલ સિદ્ધાંત તરીકે સ્વીકારી કામ કરવા જતાં ભયજનક પરિસ્થિતિ સર્જાવાની સંભાવના રહે છે, કારણ કે સામાન્ય રીતે એવું કોઈ પણ રૂપાંતર હોતું નથી જેમાં ઘટાડા અને વધારા એ બંને ન થયા હોય, પછી ભલે તે લહિયાએ સ્વૈચ્છિક રીતે કર્યા હોય યા આકસ્મિક રીતે થયા હોય. કોઈકમાં એક દિશા તરફ વધુ ઝોક જોવા મળતો હોય છે, તો કોઈકમાં બીજી દિશા તરફ. પરંતુ કોઈ પણ રૂપાંતર સંપૂર્ણતઃ સુસંગત હોતું નથી. તેમ છતાં આ સિદ્ધાંત - વાક્યનું પોતાનું આગવું મહત્ત્વ છે, અને સંક્ષિપ્ત વાચના અને વિસ્તૃત વાચનાં આ બે પ્રકારના પાઠો - રૂપાંતરો - ને આધારે મૂળપાઠમાં થયેલ વધારા ઘટાડાનો સ્થાન - નિર્ણય કરવામાં આપણને સહાયરૂપ બને છે. ઉદાહરણ તરીકે મહાભારતનું s, Kરૂપાંતર “સંક્ષિપ્ત વાચના' દર્શાવે છે, અને જો કે તે કેટલાક ઉમેરાઓથી