________________
પ્રકરણ -૨
પાકોના પ્રકાર
ભારતમાં દુર્ભાગ્યે આપણને પાઠપરંપરાનો કોઈ લિખિત ઇતિહાસ સાંપડતો નથી. ઉદાહરણ તરીકે, કાલિદાસ કે ભવભૂતિની સ્વલિખિત હસ્તપ્રતોનું શું થયું અથવા તેમના પછીના ઇતિહાસના વિભિન્ન યુગોમાં તેમની કઈ પ્રતિલિપિઓ થઈ હતી તે વિષે આપણે અજ્ઞાત છીએ. તેમનો પોતાનો સમય પણ વિવાદનો વિષય બનેલો છે. મધ્યયુગીન હસ્તપ્રતોની એક જ સૂચિ પ્રસિદ્ધ થઈ છે, અને તે છે બનારસના પંડિત કવીન્દ્રાચાર્ય(ઈ.સ. ૧૬૫૬)ની સૂચિ. અન્ય પ્રસિદ્ધ સંગ્રહો વિષે આપણને વિવિધ હસ્તપ્રતોમાંની પુષ્પિકાઓ(colophon)માં કેવળ છૂટીછવાયી માહિતી મળે છે. આવા કોઈ ઇતિહાસના અભાવમાં આપણે તો કેવળ સ્વહસ્તલેખો યા તેમની તરતની અથવા પાછળની પ્રતિલિપિઓમાંથી આજે ભારતમાં યા ભારત બહારનાં જુદાં જુદાં ગ્રંથાલયોમાં આપણને પ્રાપ્ત થતી વિભિન્ન હસ્તપ્રતોનો ઉદ્ભવ કેવી રીતે અર્થાતુ કેવા સંજોગોમાં થયો તેનો ચિતાર પ્રસ્તુત કરી શકીએ.
- સ્વહસ્તલેખ(લેખકની સ્વલિખિત પ્રત)ની વ્યાખ્યા આપણે અગાઉ આપી દીધી છે. હવે પાઠ્યપુસ્તક કાં તો સ્વહસ્તલેખ હોય અથવા સ્વહસ્તલેખ પરથી લખાયેલી તેની તરતની પ્રથમ પ્રતિલિપિ હોય અથવા પ્રતિલિપિઓમાંથી ક્રમશઃ તૈયાર થયેલી પાછળની પ્રતિલિપિ હોય.
સ્વહસ્તલેખો પાઠસમીક્ષાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત નથી. આધુનિક યુગમાં પણ આપણો એ સામાન્ય અનુભવ છે કે પત્ર-પત્રિકાઓના સંપાદકો લેખકોના કલમદોષ
શ્રી ગોડે જણાવે છે કે આ સૂચિ તદ્દન પ્રમાણભૂત નથી કારણ કે એમાં દર્શાવાયેલી ઘણી હસ્તપ્રતો કવીન્દ્ર પછી ઘણે લાંબે સમયે લખાયેલી છે. બર્મામાં પેરામાં એક રસપ્રદ શિલાલેખ પ્રાપ્ત થયો છે, જેમાં આશરે ૨૯૫ ગ્રંથોની યાદી છે. તેનો સમય ઈ.સ.૧૪૪રની આસપાસ છે. આ ગ્રંથો ટોન્ગવીન અને તેમની પત્નીએ બૌદ્ધ સંઘને દાન આપ્યા હતા. (Cat. of Palm-leaf Mss Colombo. પૃ.૨૫)