________________
૧૪૦
ભારતીય પાઠ-સમીક્ષા
આ છિદ્રો બંને છેડેથી ત્રણ ઈંચને અંતરે પાડવામાં આવેલાં છે. અને તે પાનની ટોચ અને તળિયા એ બંનેની વચ્ચે મધ્યમાં છે. પરિણામે પાનની ચોથી લીટીના ત્રણ ભાગ પડે છે. પહેલા તાડપત્રમાં સાડા છ પંક્તિઓ અને બીજા તાડપત્રમાં સાત પંક્તિઓ છે. આની લિપિ ગુપ્ત યુગની લિપિ સાથે મળતી આવે છે. આ પ્રમાણને આધારે બ્લર આ હસ્તપ્રતોને છઠ્ઠી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે. ખરોષ્ઠી ધમ્મપદઃ
- આને “પ્રાકૃત ધમ્મપદ' અથવા “દુલૂઈલ દ રીન્સ હસ્તપ્રત' પણ કહે છે. આમાં ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રતના મહત્ત્વપૂર્ણ અવશેષો છે. આની પ્રાપ્તિ એમ. દુત્રઈલ દ. રીન્સ નામના દુર્ભાગી ફ્રેન્ચ પ્રવાસીને પોતાનમાં ઈ.સ.૧૮૯૨માં થઈ હતી. આ અવશેષોનો ઘણો મોટો ભાગ કાશ્મીરના રશિયન “કોન્સલ જનરલ એમ. પેટ્રોવસ્કીએ ક્યારનોય મેળવી લીધો હતો. તેની જ મધ્યસ્થીને કારણે તેમને સેન્ટ પિટર્સબર્ગની “ઈમ્પીરિયલ એકેડેમીને મોકલવામાં આવ્યા. આ અવશેષોનું નિયત પ્રાપ્તિસ્થાન હજુ જણાયું નથી, પરંતુ ગોઈંગ ટેકરા પરની કોહમારી ગુફામાંથી ત્યાંના કેટલાક આદિવાસીઓને આ અંશોની પ્રાપ્તિ થઈ એમ દાવા સાથે કહેવામાં આવે છે. જેણે આ સ્થળની સર્વપ્રથમ મુલાકાત લીધી અને અંશો પ્રાપ્ત કર્યા તે દુzઈલ દ રીન્સ અને જેણે એ સ્થળની મહિના પછી મુલાકાત લીધી અને જેને તે હસ્તપ્રતનો અવશિષ્ટ અંશ માનતો હતો તે ભાગ પ્રાપ્ત કરનાર ગ્રેનાડ – એ બંને આ હસ્તપ્રતના યથાર્થ પ્રાપ્તિ સ્થાનથી અજ્ઞાત હતા. સ્ટેઈનના મત પ્રમાણે આ બાબતનો અંતિમ નિર્ણય ક્યારેય કંઈ શકશે નહિ, કારણ કે પ્રસ્તુત ગુફાની તેણે લીધેલી મુલાકાતમાં તેને જણાયું કે ગુફાની દીવાલોમાં ક્યાંય તાજેતરમાં કોઈ ખોદકામ થયું હોવાનાં ચિહ્ન ન હતાં. દુzઈલ દ. રીન્સ હસ્તપ્રત હાલ પેરિસમાં છે; જ્યારે તેનો મોટો ભાગ સેન્ટ પિટર્સબર્ગમાં છે. આ અવશેષોનો સમય ઈ.સ. ૨૦૦ની આસપાસ હોવાનું માનવામાં આવે છે. તેમનું સંપાદન સેનાટૅ ૧૮૯૮માં કર્યું છે અને પ્રાકૃત ધમ્મપદ' એ શીર્ષક નીચે કલકત્તા યુનિવર્સિટી તરફથી બરુઆએ તેમનું ફરીથી સંપાદન કર્યું છે. કોહમારી અને ગોઇંગ ટેકરીને એક જ માની હોવાને કારણે રાઈસ ડેવિસે આ હસ્તપ્રતને ગોસિંગ ખરોષ્ટી હસ્તપ્રત કહી છે. (JRAS૧૮૯૯,૪૨૬).
. મેકાર્ટનીના અંશાત્મક સંગડો .
આમાં કેટલીક હસ્તપ્રતોના અવશેષો છે. આ અવશેષો કાગરના બ્રિટિશ એજન્ટ મકાઈનીને તે શહેરના ચીની વિદેશ વ્યાપારના વ્યવસ્થાપકે ભેટ આપ્યા હતા અને એ કુચાર પાસેના ટેકરીમાંથી ખોદી કાઢવામાં આવ્યા હતા એમ માનવામાં આવે છે. પરંતુ હોર્નલે માને છે કે જે સ્થળમાંથી બાવર અને વેબર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી, તે જ