________________
પરિશિષ્ટ-૨
૧૦૧
પહોળાઈ ૧” છે. તેમાં “અભિધમ્મ અને વિનયપિટકોમાંથી ટૂંકાં ઉદ્ધરણો આપ્યાં છે. પુરાલિપિશાસ્ત્રની દૃષ્ટિએ આ હસ્તપ્રત બ્રહ્મદેશમાંથી આજ સુધીમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ જ્ઞાનવર્ધક શોધ માનવામાં આવે છે. આ હસ્તપ્રતોના અક્ષરો તે જ સ્થળે શોધાયેલ અને તે જ સમયના (એટલે કે છઠ્ઠી યા સાતમી શતાબ્દીના પ્રારંભના) વિશાળ રજત સ્તૂપની ઉપરની અને નીચેની ધારોની ઉપર કોતરેલા લખાણના અક્ષરોને મળતા આવે છે.
આ દુર્લભ આવિષ્કારો પ્રાચીન લોકો હસ્તપ્રતોનું કેટલું મહત્ત્વ આંકતા હતા તે દર્શાવે છે અને ઇતિહાસના પરિવર્તનશીલ યુગોમાં રાજકીય વિપર્યયો થવા છતાં જે પવિત્ર ભાવનાથી તેમનાં સંભાળ અને સંરક્ષણ કરતા હતા તે બતાવે છે. આ બધી સંભાળ અને પવિત્રતા છતાં તેમ જ ભારત અને બૃહત્તર ભારતમાં સચવાયેલ હસ્તપ્રતોની સમૃદ્ધિ છતાં પણ ભારતમાં બ્રિટિશ લોકોના આગમનના પ્રારંભિક સમય દરમ્યાન હસ્તપ્રતોનો વિનાશ ન કહીએ તો પણ ઉપેક્ષા તો સર્વસામાન્ય બાબત હતી. આનાં કેટલાંક કારણો હતાં, જેમને અહીં ચર્ચવાં જરૂરી નથી.
આપણી હસ્તપ્રતોના સમીક્ષાત્મક અધ્યયનની બાબતમાં આપણે યુરોપના વિદ્વાનોના ઘણા ઋણી છીએ અને ભારતીય વિદ્યા(Indology)નો પ્રારંભિક ઇતિહાસ તેમના જીવન અને પરિશ્રમ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. સર વિલિયમ જોન્સ,
૪. એડવર્ડ મૂરે તેના ટીપુ સુલતાન સામેની કાર્યવાહીના બયાન(Narrative) માં (લંડન,
૧૭૯૪) કર્ણાટકી દસ્તાવેજો વિષે કેટલીક ટીપ્પણી કરી છે :- “અમારી માન્યતા પ્રમાણે, સાર્વજનિક તથા મહત્ત્વપૂર્ણ બાબતમાં કર્ણાટકી લોકો સામાન્ય કાગળ પર લખે છે. પરંતુ તેમના સામાન્ય હિસાબો અને લખાણો તેઓ સફેદ પેન્સિલથી કાળા કાગળ પર અથવા આપણા સ્લેટ પેપર જેવી રચનાવાળા કાપડ પર લખે છે. વળી તેમની પેન્સિલ ફ્રેંચ ચૉકને ઘણું મળતું આવતું જીવાશ્મ (પાષાણભૂત દ્રવ્ય : fossil) છે. મૂરને આ દસ્તાવેજોના નમૂના ડોરીડ્રગમાં આવેલાં એક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવેલ ઢગલાબંધ દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થયા, પરંતુ આ બધા જ સ્પષ્ટપણે હિસાબના ચોપડા હતા. મહારાષ્ટ્રના સંત રામદાસે (સત્તરમી સદી) તેમના મહાગ્રંથ “દાસબોધ'માં લેખનનિરૂપણ' નામે એક ખાસ પ્રકરણ રાખ્યું છે, જેમાં દેવનાગરી લિપિમાં હસ્તપ્રતોના લખાણ તથા તેમના સંરક્ષણ વિષે વિગતવાર સૂચનાઓનો સમાવેશ થાય છે. ભારતીય પુરાલિપિશાસ્ત્રના વિદ્યાર્થીઓના લાભાર્થે અમે ભવિષ્યમાં તેનો અંગ્રેજી અનુવાદ આપવા ઈચ્છીએ છીએ.