________________
૯૬
ભારતીય પાઠ-સમીક્ષા
સંભાવના સાથે નથી, પરંતુ પરિચ્છેદના અર્થ સિવાયની અન્ય બાહ્ય પરિસ્થિતિઓ સાથે છે. સરખાવો-દસ્તાવેજીય સંભાવના.
બૃહત્ પાઠ (વાચના) (Textus Ornatior) : જુઓ વિસ્તૃત પાઠ (વાચના)
મિશ્રપ્રત (Mische-codex) : જે હસ્તપ્રતમાં સ્વતંત્ર પરંપરાઓના વિભિન્ન પ્રવાહો ગૂંથાઈ ગયા હોય, ભળી ગયા હોય એવી પ્રત, સંમિશ્રિત હસ્તપ્રત.
મૂલાદર્શ (Archetype) : મૂલ આદર્શપ્રત. કોઈ એક શાખા (કુળ) અર્થાત્ હસ્તપ્રત-સમૂહના કાલ્પનિક સમાન પૂર્વજ માટે પ્રયોજાતો શબ્દ. સામાન્ય રીતે હસ્તપ્રત-સમૂહના કોઈ પણ કાલ્પનિક સમાન પૂર્વજ માટે આ શબ્દ પ્રયોજાય છે. પછી ભલે તે સંચરણનું વિભિન્ન શાખાઓમાં વિભાજન થાય તે પૂર્વે સ્વહસ્તલેખમાંથી ઉદ્ભવેલી પ્રથમ હસ્તપ્રત હોય અથવા તો સંચરણમાં પ્રથમ વિભાજન થાય તે પછીની સંચરણમાંની મધ્યવર્તી કાલ્પનિક કડી હોય. પરંતુ વિશેષ ચોકસાઈની દૃષ્ટિએ જે હસ્તપ્રતમાંથી સંચરણ દરમ્યાન સર્વ પ્રથમ વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો તે સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોના સમાન મૂલસ્રોત માટે આ શબ્દને આરક્ષિત રાખવો વધુ ઉચિત છે. સંચરણની દૃષ્ટિએ વચ્ચેની કડીઓ માટે ‘ઉપમૂલાદર્શ' (Hyparchetypus અથવા Sub-archetype) શબ્દ પ્રયોજી શકાય.
રૂપાન્તર (Version) : ઉપ-વાચનામાંથી આગળ થતું વિભાજન, અને ઉપવાચના ન હોય તો વાચનામાંથી થતું વિભાજન.
રોટોગ્રાફ (Rotograph): એક વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા હસ્તપ્રતનાં એક યા વધુ પાનની કાળા પદાર્થ પર સફેદ છાપ.
લઘુપાઠ (વાચના) (Textus Simplicior) : જુઓ સંક્ષિપ્ત પાઠ (વાચના)
લુપ્તાંશ (Lucuna): હસ્તપ્રતમાંથી કેટલોક અંશ નષ્ટ થવાથી યા ભૂંસાઈ જવાથી ઉત્પન્ન થયેલી ખાલી જગ્યા.
લોપ (Omisson) : ગમે તે પ્રકારે લખાણમાં કંઈક રહી જવું તે.
વર્ણલોપ (Lipography) : જુઓ અક્ષરલોપ.
વંશવૃક્ષ (Stemma Codicum) : હસ્તપ્રતોનો વંશાનુક્રમ વંશવૃક્ષ રૂપે દર્શાવવાની એક પ્રચલિત પદ્ધતિ.
વંશાનુક્રમ (Pedigree) : વર્તમાન વિવિધ હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધને વંશવૃક્ષ રૂપે દર્શાવવો તે.
વંશાનુક્રમ પદ્ધતિ (Genealogical Method) : જે પદ્ધતિને આધારે હસ્તપ્રતોને પરસ્પર એવી રીતે સાંકળી શકાય કે જેથી તેમનું વંશવૃક્ષ તૈયાર થઈ શકે. આ પદ્ધતિ