________________
પ્રકરણ-૧
પ્રસ્તાવના
પાઠ-સમીક્ષાનો સંબંધ સ્વાભાવિક રીતે જ ગ્રંથોના પાઠ સાથે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય
—
પાઠસમીક્ષા એટલે પાઠનિર્ણય માટે માનવબુદ્ધિનો કુશળ અને વ્યવસ્થિત વિનિયોગ. પાઠ એવી જાણીતી ભાષામાં લખાયેલો દસ્તાવેજ છે કે જે અર્થપૂર્ણ હોય અને સમીક્ષક ઓછેવત્તે અંશે સમજી શકતો હોય. પાઠનો આવો અર્થ આપણે કરીએ છીએ.' આવી પરિસ્થિતિમાં પાઠ-સમાલોચક સમક્ષ ઉપસ્થિત થતી સમસ્યાઓને સ્પષ્ટ કરવા માટે ભારતમાં મુદ્રણકલાનો પ્રારંભ થયો ત્યાં સુધીની પાઠ-સંચારણ પદ્ધતિના ઇતિહાસથી શરૂઆત કરીએ તો તે ઉચિત ગણાશે.
ઉપર્યુક્ત વ્યાખ્યાનુસાર પાઠનો અર્થ લિખિત દસ્તાવેજ થાય છે.આથી આપણા અભ્યાસના મૂળ આધાર તરીકે લેખનકલાનું જ્ઞાન આપણે સ્વીકારવું રહ્યું. હડપ્પા અને મોહેંજો-દડો સંસ્કૃતિનું સંશોધન થયું તે પૂર્વે ભારતમાં લેખનકલાની પુરાતનતા બહુ પ્રાચીનકાળ સુધી લઈ જઈ શકાય તેમ ન હતી. કારણ કે પ્રાચીનતમ લિખિત દસ્તાવેજો ઈ.સ.પૂ.૪થી શતાબ્દીથી પહેલાં લઈ જઈ શકાય તેમ નથી, જો કે સાહિત્યિક પ્રમાણો, ખાસ કરીને જે ગ્રીક સ્રોત દ્વારા પ્રાપ્ત થાય છે તે સૂચવે છે કે ચોથી શતાબ્દીથી ઓછામાં ઓછું એક સૈકા પૂર્વેથી લેખનકલા પ્રચારમાં આવી હતી. અત્યાર સુધી હડપ્પા કે મોહંજો-દડોમાંથી કોઈ દસ્તાવેજો શોધી શકાયા નથી, તેમ છતાં મોટી સંખ્યામાં મુદ્રાઓ (seal) મુદ્રાંકો (sealing) અને માટીકામના ટુકડા મળ્યા છે, જેમના પર હજુ સુધી સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે જે ઉકેલી શકાઈ નથી તેવી લિપિમાં લખાણ કોતરેલું છે. આ લખાણ અત્યંત ટૂંકું છે. તદુપરાંત કોતરેલા લખાણવાળી તામ્રપટ્ટિકાઓ પણ પ્રાપ્ત થઈ છે. કાચ જેવી માટીની બંગડીઓ ઉપર ઝીણા અક્ષરો (સંજ્ઞાઓ) કોતરાયેલા છે. આ પ્રમાણોને આધારે સર જોન માર્શલ લખે છે -“મૃત્પટ્ટિકા (clay
૧. Postgate : Companion to Latin Studies, પૃ. ૭૯૧
૨.
Marshall : Mohenjo Daro, ૧, ૪૦