________________
પ્રકરણ ૭મું ' અંક-૧ અને તેના મિશ્ર અકે કે અકે
આ અંકનો પ્રતિનિધિ બુધ ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીકન તથા બધા ગ્રહોમાં સૌથી નાનો છે. તે પીળાશ પડતા કે કેસરી રંગનો છે, તે સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં થોડા સમય માટે દેખાય છે. તે સૂર્યની આસપાસ ૮૮ દિવસમાં એક આ ફરે છે. તે તેની એક બાજુ હંમેશાં સૂર્ય તરફ રાખીને ફરે છે. તે ચંદ્રની જેમ કળા કરે છે અને આ કળાઓ સારા દૂરબીનથી જોઈ શકાય છે. તેને એક પણ ઉપગ્રહ કે ચંદ્ર નથી.
અંગ્રેજીમાં બુધને માટે Mercury શબ્દ વપરાય છે. Mercuryને બીજો અર્થ પારો પણ થાય છે. તેથી અંક ૫ અને બુધ પારાના ગુણધર્મો ધરાવતા હોય તેમ માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં બુધને પાંખેવાળે દેવદૂત માનવામાં આવે છે. હિન્દુશાસ્ત્રોમાં બુધને ઈન્દ્રપુત્ર એટલે ચંદ્રનો પુત્ર ગયા છે. બુધને શાણપણ વિદ્યા, વકતૃત્વશક્તિ, માનસિક શક્તિઓ, બહુમુખી પ્રતિભા, વિજ્ઞાન, વ્યાપાર, વિવિધતા, પત્રવ્યવહાર, વાહનવ્યવહાર અને પરિવર્તનને દેવ માનવામાં આવે છે. બુધની સંજ્ઞા ટૅ છે.
+ આ અંક ઘણે જ શક્તિશાળી મનાય છે. આ અંકવાળા લોકોમાં “પારા” જેવા ગુણધર્મો હોય છે. તેઓ પારા જેવા ચચળ, અસ્થિર, ઝડપી, ગતિશી , ચળકાટવાળા તથા તેજસ્વી હોય છે તેઓ ઉતાવળી આ સ્વભાવના તથા ઝડપી નિર્ણય ઉપર પહોંચનારા હોય છે. પારાની