________________
૨૫૫
અને લાગણી વ્યક્ત કરવા નથી. તેઓ સારા વ્યવસ્થાપક, સંચાલક કે સુધારક બની શકે છે. તેઓ સંશોધક વૃત્તિવાળા અને ધાર્મિક વિચારોવાળા હોય છે. તેઓ પરદેશ. ગમન, શેરસટ્ટો તથા દૂધ, તેલ, કેરોસીન, દવાઓ અને પ્રવાહી પદાર્થોના ધંધામાંથી સારી એવી કમાણી કરીને થાવર અને જંગમ મિલકત પ્રાપ્ત કરે છે. તેમને વારસામાં સારી એવી મિલકત મળવા સંભવ છે, તેમને પ્રેમ અને લગ્નની બાબતમાં વિલંબ, વિરોધ અને વિને અનુભવવા પડે છે. બાળપણમાં તેમનું સ્વાસ્થ ઠીક હોય છે, પણ પછીથી વૃદ્ધાવસ્થા માં સારું થાય છે.
સૂચના ૧) તેમણે હાનિકારક દવાઓ તથા પાણીની ઘાતથી બચતા રહેવું. (૨) સ્ત્રીઓની સેાબતથી પણ બચતા રહેવાથી જરૂર છે.
Q. આ લોકો ચોકકસ દયવાળા તથા દઢ નિશ્ચયી હોય છે. તેમની રીતભાત અને દેવે પણ દઢ થયેલી હોય છે. તેઓ મૌલિક વિચારો, સંશોધનવૃત્તિ અને વ્યવસ્થાશક્તિ ધરાવતા હોય છે. તેઓ મુશ્કેલીઓ અને દુઃખમાં પણ નિરાશ થતા નથી. તેઓ ગણતરીબાજ અને તેમના કામકાજમાં વ્યવસ્થિત હોય છે. માનસિક અને શારીરિક શ્રમ સરખા પ્રમાણમાં હોય તેવા ધંધાઓ તેમને ગમે છે. આ અ સર પ્રેમ અને લગ્ન માટે ભાગ્યશાળી છે. તેઓ ઓળખાણ, લાગવગ અને શેરસટ્ટાથી ધન કમાઈ શકે છે. સામાન્ય રીતે આ લેકનું વાચ્ય સારું હોય છે. કોઈ વખત તેમને લોહી અને હદયની તકલીફ ઊભી થાય છે.