________________
૧૮૮ જાણવા માગીએ છીએ કે અમુક દિવસ, માસ કે વર્ષ સામાન્ય રીતે એટલે કે બધાંને માટે કેવું જશે તે આ સાર્વત્રિક કે સર્વદેશીય દિવસ કે વર્ષને અર્થ થાય છે. આપણે ઉદાહરણથી આ વાત વધુ સ્પસ્ટ કરી શકીશું. ધારો કે આપણે જાણવું છે કે (૧) ૩૧-૭-૧૯૭૨ નો દિવસ, (૨) સપ્ટેમ્બર ૧૯૭૪ ને માસ અને (૩) ૧૯૭૫ નું વર્ષ બધાંને માટે કે સર્વસામાન્ય રીતે કેવું જશે.
(૧) ૩૧-૭-૧૯૭૨ ને સાર્વજનિક દિવસ (૩+૧+૭ ૧+૯+૭+૨૩૦=૩) ૩ થશે. તેથી તેના વિષેની માહિતી તમે આ પ્રકરણમાં આપેલ સાર્વજનિક દિવસ ૩ માંથી મેળવી શકશે.
(૨) સપ્ટેમ્બર ૧૯૯૪ ને સાર્વજનિક માસ (૯+૧+ +૭+૪=૩૦=૩) ૩ થશે તો તે માસનું ફળ તમે સાર્વત્રિક માસની નીચે અંક ૩ માં જોઈ શકશે. (૩) ઈ. સ. ૧૯૭૫નું સાર્વત્રિક વર્ષ (૧૯૭૫-૨૨) ૨૨ થશે. તેનું પરિણામ પણ તમે સાર્વત્રિક વર્ષ ૨૨ માંથી જોઈ શકશે.
સાર્વત્રિક આંદોલનો દરેકને સ્પર્શે છે, જ્યારે હવે પછીના પ્રકરમાં આવનાર અંગત દિવસ, માસ અને વર્ષનાં આંદોલને વ્યક્તિગત એટલે અમુક માણસને લાગું પડનારા લઈને અંગત હોય છે.