________________
અંકશાસ્ત્રને ઉપયોગ
વકીલો, ડોકટરો, ધર્માચાર્યો, શિક્ષકો, પ્રચારકો, સેલમેન, વિમાનો એજન્ટ વગેરે કે જેમને જનસમાજના સંપર્કમાં રહેવું પડે છે તેમને માટે આ અંકશાસ ઘણું ઉપચગી છે. કારખાના સંસ્થાઓ અને પેઢીઓના વ્યવસ્થાપકો, કારભારીઓ, વહીવટકર્તાઓ અને મેનેજરોને, માટે પણ તે ઉપયોગી સાબિત થયું છે, સામાન્ય માણસને પણ તેના રોજ બરોજના કામકાજ માટે ઓછું ઉપયોગી નથી, તેની મદદથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિષે, અને સારા કે ખરાબ દિવસ તથા સમય વિષે જાણું શકીએ છીએ, ઉપરી અધિકારીને પગાર વધારા કે બીજા અગત્યના કામ માટે કયા સમયે મળવું કે નેકરી કે અન્ય, કામ માટે મુલાકાત માટે શુભ સમય પણ આ શાસ્ત્રની મદદથી જાણી શકાય છે. તેની મદદથી આપણે કઈ વ્યક્તિ, કયા સ્થાન અને કયા સમાજ સાથે સુમેળ સાથે રહી કે જીવી શકીશ તે જાણી શકાય છે, દુનિયામાં આવીને આપણે દરેકે કંઈ ને કંઈ કાર્ય તે કરવાનું હોય છે જ, તેની મદદથી આપણે કોની સાથે સંબંધ રાખે કે ન રાખવે તે સારી રીતે જાણી શકીએ છીએ અને આપણું તથા બીજાનું ભલું કરી શકીએ છીએ. આપણે આપણું કાર્ય ઉત્તમ રીતે કરીએ તેનાથી બીજી કઈ વસ્તુ સારી હોઈ શકે ?
બીજા પ્રકરણમાં અંકોના પ્રકાર વિષે જોઈશું.